કૌભાંડની ભરમાર : ૨૦ ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી..!!

0
7

બનાસકાંઠા,તા.૫
લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક બાદ અગાઉની પરીક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. જેમાં બનાસકાંઠામાં તલાટી અને મુખ્ય સેવિકાના પેપર લીક થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે. તલાટીની પરીક્ષામાં સૌથી વધુ ઉમેદવાર બનાસકાંઠામાંથી પાસ થયા છે તેવું લોકોનું કહેવું છે. તેમજ તલાટી ભરતીમાં પેપર લીક કરી વગદારોની ભરતી થયાની ચર્ચા પણ થઇ રહી છે.
જેમાં જિલ્લામાં મુખ્ય સેવિકાનું પેપર પણ લીક થયું હોવાની ચર્ચા સામેલ છે. તથા મુખ્ય સુત્રધારની તલાટી અને મુખ્ય સેવિકા પરીક્ષા મામલે પણ તપાસની માગ થઇ રહી છે. આ મામલે તટસ્થ તપાસમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શકીયતા છે. તલાટીમાં વડગામના ૨૦ અને જિલ્લાના ૩૭ ચૌધરી ઉમેદવારો સિલેક્ટ થયા હતા. સીઆઈડી ક્રાઈમ જા ભરતી સમયની કોલ ડિટેઈલ ચેક કરશે તો મોટો ખુલાસો થઈ શકે છે તેમ લોકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસમાં લોકરક્ષકની ૯,૭૧૩ જગ્યા માટે રવિવારે ૨૯ સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવતાં ઉમેદવારો ધૂંઆપૂંઆ થયા હતા. રાજ્યમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ હતી. દૂર-દૂરથી વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર નીકળેલા ઉમેદવારો ભારે હૈયે પરત ફર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY