ગુલશન દેવૈયા કમાન્ડો થ્રી માટે સાઇન થયો

0
81

મુંબઈ,તા.૧૮
કસરતી કાયા ધરાવતા વિદ્યુત જામવાલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ કમાન્ડો થ્રી માટે અભિનેતા ગુલશન દેવૈયાને સાઇન કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. અગાઉની બંને કમાન્ડોને સર્જકોએ ધાર્યા કરતાં વધુ સારી સફળતા મળી હતી એટલે આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુલશન દેવૈયા અગાઉ ધ હન્ટરર, ડેથ ઇન ધ ગૂંજ અને શૈતાન જેવી ફિલ્મો કરી ચૂક્યો છે. એણે કહ્યુ હતું કે આ ફ્રેન્ચાઇઝીમાં હું પહેલીવાર પ્રવેશી રહ્યો છું એનો મને આનંદ છે. સર્જકોએ મારા પર કોઇ નિયંત્રણો મૂક્યા નથી અને મને મારી રીતે પાત્ર ભજવવાની સ્વતંત્રતા આપી છે.
જા કે એને કારણે મારી જવાબદારી ઘણી વધી ગઇ છે અને હું મારા પાત્રને ન્યાય આપવા છેલ્લા બે માસથી સતત પ્રયાસો કરી રહ્યો છું. મને લાગે છે કે એક્શન ફિલ્મોમાં મને વધુ સારો સ્કોપ મળતો રહ્યો છે. ઓડિયન્સને ગમે એ રીતે હું મારા પાત્રને રજૂ કરવા માટે મહેનત કરી રહ્યો છું.
કમાન્ડો થ્રીમાં વિદ્યુત જામવાલ ઉપરાંત અંગિરા ધર અને અદા શર્મા સાઇન થઇ ચૂક્યા છે. હવે ગુલશનનો ઉમેરો થયો છે. યોગાનુયોગે વિદ્યુત જામવાલ અને ગુલશન દેવૈયા બંનેએ ૨૦૧૧માં અભિનય કારકિર્દી શરૃ કરી હતી. જા કે અત્યાર સુધી બંને સાથે કોઇ ફિલ્મમાં ચમક્યા નહોતા. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સાથે ચમકી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY