લગ્નમાં સ્ત્રી-પુરુષનુ સાથે ભોજન કરવુ હરામઃ દારુલ ઉલુમનો નવો ફતવો

0
6

લખનૌ,તા.૧૯
ઉત્તરપ્રદેશની ધાર્મિક સંસ્થા દારુલ ઉલુમે નવો ફતવો બહાર પાડ્યો છે કે કોઈ પણ લગ્નમાં પુરુષ અને મહિલા સાથે બેસીને જમી શકે નહી.
સહારનપુરના એક રહેવાસીએ દારુલ ઉલુમનના ફતવા વિભાગના મુફ્તિઓની બેન્ચને લગ્નના કાર્યક્રમ દરમિયાન જમવાની સામૂહિક વ્યવસ્થા અંગે અને તેમાં પુરુષ અને સ્ત્રીના એક સાથે જમવા અંગે તેમજ ઉભા ઉભા જમવા અંગેના વિવિધ સવાલો પૂછ્યા હતા.
એ પછી આ બેન્ચે નિર્ણય આપ્યો હતો કે સ્ત્રી પુરુષનુ સામૂહિક રીતે એક સાથે ભોજન કરવુ હરામ છે.ઉપરાંત ઉભા ઉભા પણ ભોજન કરી શકાય નહી.આ પ્રકારની પરંપરાઓથી સમાજને બરબાદ થવામાં વધારે વાર નહી લાગે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY