અમદાવાદ,તા.૨૧
શહેરની બોપલ એલસીબીની ઓફિસમાં બગોદરામાં થયેલી ચોરીના એક કેસ મામલે પૂછપરછ માટે લાવવામાં આવેલા ૩૫ વર્ષના યુવકનું મોત થયું હતું. જેને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસના મારથી તેનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ મામલે જ્યુડિશિયલ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગ્રામ્ય એલસીબી અને એસઓજીના અધિકારીઓ તથા કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પર સુરુભાને માર મારી ઇલેક્ટ્રીક શોક આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, કુરિયર કંપનીમાં કામ કરતા મૃતક પર અઢી કરોડના પાર્સલની ચોરીનો આરોપ હતો અને બગોદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



