વાશિંગ્ટન,તા.૫
અમેરિકા એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગ વધારવા માટે ૩૦ કરોડ ડાલરનું રોકાણ કરશે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સિંગાપુરમાં દક્ષિણ પૂર્વી એશિયાઈ રાષ્ટ્રના સંગઠન (આસિયાન) શિખર સમ્મેલનથી દરમિયાન આ જાહેરાત કરી હતી. અમેરિકા આ વિસ્તારમાં ચીનના દબદબાને ખાળવા માંગે છે. આ પહલાને અમેરિકાના આ રાજકારણને લઈને જ જાવામાં આવી રહ્યું છે. માઈક પોમ્પિયોએ ચીનને લઈને કડક વલણ અખત્યાર કર્યું છે, જેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વારનો હાલ ઉકેલ આવે તેવી શક્્યતા નથી.
અમેરિકાના વિએશ વિભાગના જણાવ્ય્યા પ્રમાણે તેમાં ૨૯ કરોડ ડાલરથી વધારે ફોરેન મિલિટરી ફાઈનાંસિંગ પર ખર્ચ કરવામાં આવશે. સમુદ્રી સુરક્ષાને વધારે મજબુત કરવા, માનવીય સહયોગ/આફતમાં રાહત અને પીસકીપિંગ સેવાઓ પર આ પૈસાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ૮૫ લાખ ડાલર ઈંટરનેશનલ નાર્કોટિક્સ જેવા ટ્રંસનેશનલ ક્રાઈમનો સામનો કરવામાં આવશે.
વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડો-પેસિફિક બિઝનેશ ફોરમમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પોમ્પિયોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોમ્પિયોએ જણાવ્યું હતું કે, આ રોકાણ સમુદ્રી સુરક્ષાને મજબુત બનાવવા, માનવીય સહાયતા, શાંતિ સ્થાપિત કરવાની ક્ષમતાઓ અને આંતરારાષ્ટ્રીય ખતરાઓનો સામનો કરવાના કાર્યક્રમને વધારે યોગ્ય બનાવવામાં આવશે. સમાચાર એજન્સી એએફના અહેવાલ પ્રમાણે તેઓ આસિયાન-અમેરિકા સમ્મેલનમાં ભાગ લેનારા અન્ય દેશો સાથે પણ મુલાકાત કરશે.
અમેરિકાના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પોમ્પિયોએ સાઉથ ચાઈના સીમાં ચીની સૈન્યીકરણ અને આસિયાન દેશો સાથે મળીને આ ક્ષેત્રમાં ન્યાય આધારિત વ્યવસ્થા બનાવી રાખવાને લઈને ચર્ચા હાથ ધરી. પોમ્પિયોએ બેઠકમાં હિંદ-પ્રશાંત રણનીતિને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતાઓનો પણ ઉલ્લેખ કર્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



