ન્યુ દિલ્હી,તા.૫
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને વર્લ્ડ બેડમિન્ટન ચેÂમ્પયનશિપની ફાઇનલમાં સ્પેનની કેરોલીના મારિનના હાથે ૨૧-૧૯ ૨૧-૧૦થી કારમી હાર મળી છે. કેટલીક ભૂલોના લીધે સિંધુ ફરી એક વખત સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચવાથી ચૂકી ગઇ.
કેરોલિના મારિનને વર્લ્ડ નંબર-૩ સિંધુ એ માત આપી ત્રીજી વખત વર્લ્ડ બેડમિન્ટન ચેÂમ્પયનશીપનો ગોલ્ડ જીત્યો. મારિને સિંધુને ૪૫ મિનિટ સુધી રમી આ ખિતાબી મુકાબલામાં સીધી ગેમમાં ૨૧-૧૯,૨૧-૧૦થી માત આપી. આ કારના લીધે સિંધુને ફરી એકવખત સિલ્વર મેડલથી સંતોષ માનવો પ્યો. આ તેનો બીજા સિલ્વર મેડલ છે. તે બે વખત કાંસ્ય ચંદ્રક પણ જીતી ચૂકી છે.
પહેલી ગેમમાં મારિને સારી શરૂઆત કરી, પરંતુ સિંધુએ પોતાની રણનીતિક રમતની સાથે મારિનની વિરૂદ્ધ ૩-૩થી બરાબરી કરી. ત્યારબાદ ભારતીય ખેલાડીએ સ્પેનિશ ખેલાડીની વિરૂદ્ધ અંક આપવાનું શરૂ કર્યું અને તેને ૧૫-૧૧થી પીછો કરી દીધો. પોતાની રમતમાં આક્રમક બનતા મારિને રમતમાં વાપસી કરી અને સિંધુની ભૂલોનો ફાયદો ઉઠાવતા સ્કોર ૧૮-૧૮થી બરાબર કરી લીધો. અહીં સિંધુએ એક અંક પ્રાપ્ત કર્યો અને મારિનની વિરૂદ્ધ સ્કોર ૧૯-૨૦ કર્યો.
પરંતુ બે વખત વર્લ્ડ ચેમ્પયનશીપમાં ગોલ્ડ જીતનાર મારિને એક અંક પ્રાપ્ત કર્યો અને પહેલી ગેમમાં સિંધુને ૨૧-૧૯થી હરાવી દીધી. બીજી ગેમમાં સિંધુને વાપસીની તક ના આપી આપી અને મેચ પર પોતાનો દબદબો બનાવતા મારિને ગેમ એક તરફી કરી અને સિંધુને પાછળ કરી. મારિને સિંધુની દરેક ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેની વિરૂદ્ધ અંક લેતી રહી તેણે બીજી ગેમમાં માત આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
મારિન ત્રીજી વખત વર્લ્ડ ગોલ્ડ જીતી છે આની પહેલાં ૨૦૧૪ અને ૨૦૧૫મા પણ ગોલ્ડ મેડલ જીતી હતી. સિંધુએ આ વર્ષે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં પ્રવેશવા જાપાનની નોજામી ઓકુહારાને માત આપી હતી. સિંધુ આ સિવાય ૨૦૧૩-૨૦૧૪મા કાંસ્ય ચંદ્રક પણ જીતી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





