તાતીથૈયા ગામ પાસે છકડો પલટી જતા પાછળ બેસેલી વ્યક્તિનું મોત

0
20

છકડો પલટી જતા ચાલક ભાગી છૂટ્યો
સુરત, તા.૨૦
તાતીથૈયા ગામ ખાતે આવેલા રાજ મંદિર સોસાયટી પાસે એક છકડા ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પાછળ બેસેલા ઈસમનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની અને હાલ ગોપાલ પાર્ક સોસાયટી પાલનપુર જકાતનાકા પાસે રહેતા એક છકડાના ચાલક ગતરોજ તાતીથૈયા ગામ રાજ મંદિર સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે અચાનક તેમણે વાહન પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતા પાછળ બેઠેલા ૨૬ વર્ષના વિપુલભાઈ પરમાર નીચે પડી જતા શરીરે વધતી-ઓછી ઈજા પહોંચાડી મોત નીપજાવી ફરાર થી ગયા હતા. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY