ડાંગ જિલ્લા પંચાયત દ્વારા આતંક વિરોધી દિવસની ઉજવણી કરાઈ

0
20

વિઘટનકારી તત્વો સામે લડવાના શપથ લેવાયા
આહવા, તા.૨૨
તા.ર૧મી મે એટલે આતંકવાદ વિરોધી દિવસ. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા, યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા તથા સમાજમાં શાંતિ, સદ્ભાવ અને ભાઇચારાની ભાવનાને દ્રઢ કરવા માટે યોજાતા આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જિલ્લા પંચાયતની તમામ શાખાના કર્મચારી/અધિકારીઓએ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના નેતૃત્વ હેઠળ, સામાજિક સદ્ભાવના અને શાંતિના શપથ લીધા હતા.
ભારતવર્ષની અહિંસા અને સહનશિલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા, જિલ્લા પંચાયતના અધિકારી/કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક શપથ ગ્રહણ કરતા, દરેક પ્રકારના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. માનવ જાતિના બધા વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદ્ભાવ તથા સમજ જળવાઇ રહે, તથા માનવજાત સામે ખતરો પેદા કરતા વિઘટનકારી તત્વો સામે લડવાના પણ આ કર્મીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY