અઠવાઝોને ર્જ્જરિત ગંગા પેલેસ અને આભૂષણ એપાર્ટમેન્ટને સીલ માર્યુ

0
25

એપાર્ટમેન્ટના પાણી અને ડ્રેનેજ લાઈનના કનેકશનો કાપી નખાયા
સુરત, તા.૨૨
સુરત મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનમાં આવેલ બિસ્માર મિલકતોમાં વસવાટ કરનાર/ માલિકોને સદર મિલકતને તાકીદે રીપેર કરવામાં આવેલ તેમ છતાં મિકલતદારો રીપેરીંગ અન્વયેની કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા વસવાટ ખાલી કરી ર્જ્જરિત મિલકતને ઉતારી પાડવા અંગેની નોટિસ આપવામાં આવેલ. તેમ છતાં અમૂક મિલકતદારો દ્વારા સદર નોટિસનો અમલ ન કરતા રહીશો/ જાહેર જનતા તથા આસપાસની મિલકતોની સલામતી તેમજ જાનમાલની સલામતીને ધ્યાને લઈ તેમજ આગામી ચોમાસાની ૠતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને તે હેતુસર અગમચેતીના પગલાં રૂપે તા. ૨૧/૦૫/૨૦૧૯ના રોજ (૧) ટી.પી. સ્કીમ નં. ૫ (અઠવા- ઉમરા) ફા. પ્લોટ નં. ૧૧૧ પૈકી ‘ ગંગા પેલેસ’માં અંદાજે ૦૯ જેટલી દુકાનો સીલ કરવામાં આવેલ તથા (૨) ટી.પી. સ્કીમ નં. ૫ (અઠવા-ઉમરા) ફા. પ્લોટ નં. ૧૩૫, ૧૩૬ આભૂષણ એપાર્ટમેન્ટમાં અંદાજે ૧૨ જેટલી દુકાનોને સીલ મારી સદર એપાર્ટમેન્ટના પાણી, ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો જોડાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
વધુમાં આગામી ચોમાસાની ૠતુને ધ્યાને લઈને અગમચેતીના પગલારૂપે ઝોન વિસ્તારમાં આવેલ આ પ્રકારની બિસ્માર/ ર્જ્જરિત તમામ મિલકતોમાંથી પ્રાથમિક સુવિધાઓના જોડાણો દૂર કરી, વસવાટ ખાલી કરાવી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ઉપરોકત કામગીરી ડે. કમિશનરની સૂચના તથા કાર્યપાલક ઈજનેરના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ અત્રેના સાઉથ (અઠવા) ઝોનના શહેર વિકાસ સ્ટાફ, પાણી વિભાગ, ડ્રેનેજ વિભાગ, સિક્યુરિટી સ્ટાફ તથા દબાણ સ્ટાફની મદદથી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY