એર ઈન્ડિયાને કર્મચારીઓનો પગાર કરવાના પણ ફાંફાં….!!?

0
6

ન્યુ દિલ્હી,તા.૭
એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ ભારે ખરાબ થઈ ગઈ છે. કંપનીના કર્મચારીઓને માસિક વેતન આપવાના ફાંફાં પડી રહ્યાં છે. સતત ત્રીજા મહિને કર્મચારીઓને સમયસર પગાર થઈ શક્યો નથી.
સૂત્રોનું માનીએ તો વહીવટકર્તાઓએ પોતાના કર્મચારીઓને હજી એ માહિતી આપી નથી કે તેમનો મે મહિનાનો પગાર ક્યારે ચૂકવાશે.
એક કર્મચારીનું કહેવું છે કે અમને મે મહિનાનો પગાર નથી મળ્યો અને ક્યારે મળશે તે પણ હજી નકકી નથી. આવું પહેલી વાર નથી થયું. સતત ત્રીજે મહિને આ સ્થિતિ છે. જેમાં પગારની ચૂકવણીમાં મોડું થયું છે.
ઉલ્લેખનિય છે કે માર્ચ અને એપ્રિલનો પગાર એર ઈન્ડિયાના કર્મચારીઓને સમયસર નહોતો મળ્યો. સામાન્ય રીતે એર ઈન્ડિયાનો એ શિરસ્તો રહ્યો છે દર મહિનાની ૩૦ કે ૩૧મી તારીખે કર્મચારીઓને તેમનું વેતન ચુકવી દેવામાં આવે છે. પણ ચાલું મહિને સાત તારીખ થઈ ગઈ છતાં પગાર ચુકવાયો નથી.
આ મામલે કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે કર્મચારીઓને મે મહિનાનો પગાર આવતા અઠવાડિયે આપવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સરકાર એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા વિચારી રહી છે. તે માટે બીડ મંગાવવામાં આવ્યા હતા. જો કે કોઈએ ખાસ રસ દાખવ્યો નથી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY