ન્યુ દિલ્હી,તા.૨૯
પદ્મ સન્માનમાં અનસંગ હીરોને વધુ સ્થાન મળ્યા પછી અંતરિયાળ વિસ્તારોમાંથી તેના માટે ઘણી અરજીઓ આવવા લાગી છે. આ વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ અજાણ્યા ચહેરાઓને પ્રતિષ્ઠિત પદ્મ સન્માન માટે નામાંકિત કર્યા છે, જે
આભાર – નિહારીકા રવિયા ચૂપચાપ રીતે સમાજમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૧ હજારથી વધુ અરજીઓ સરકાર સમક્ષ આવી ગઈ છે, જે એક રેકોર્ડ છે.
આવતા વર્ષના પદ્મ સન્માન માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫મી સપ્ટેમ્બર છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર સત્તામાં આવ્યા પછી એ સુવિધા આપવામાં આવી છે કે પદ્મ સન્માન માટે કોઈપણ વ્યકિત કોઈના પણ નામની ભલામણ કરી શકે છે. સૂત્રો મુજબ, હોમ મિનિસ્ટ્રીને આ વખતે આ કેટેગરીમાં અત્યાર સુધીમાં ૨૧,૨૨૮ અરજી આવી છે. કોઈપણ વ્યકિત કોઈના યોગદાન વિશે વધુમાં વધુ ૮૦૦ શબ્દોમાં તેના યોગદાનને જણાવતા પદ્મ સન્માન માટે નામાંકિત કરી શકે છે.
સમાજના અજાણ્યા ચહેરાને પદ્મ સન્માન આપવાની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરી હતી. ગત દિવસોમાં પીએમ મોદીએ અત્યાર સુધીની પરંપરાની ટીકા કરતા કહ્યું હતું કે, પહેલા આ સન્માન મંત્રીઓ અને નેતાઓની ભલામણના આધાર પર અપાતા હતા. તો, મોદી સરકાર ગત વર્ષે પદ્મ સન્માનમાં નવી પહેલ કરતા કેટલાક અજાણ્યા નામોને સામે લાવી અને તેમના ગુમનામ યોગદાનને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનથી નવાજયા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



