રાજપીપલા નગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો નું નવીનીકરણ પુરજોશમાં

0
524

શહેર ટૂંક સમયમાં રંગબેરંગી ઇમારતો થી દીપી ઉઠશે 

શહેરના કાલાઘોડા (વિજયસિંહ મહારાજા સર્કલ), લાલ ટાવર,વિક્ટોરિયા ગેટ ,ભીલ રાજા નું સ્ટેચ્યુ ,સૂર્ય દરવાજા સહિતની ઇમારતો નું કામ પૂર્ણતાના આરે છે ત્યારે રાજવી નગરી ની સાચી ઓળખ હવે જોવા મળશે

રાજનગરી તરીકે ઓળખાતા રાજપીપલા શહેર ની એતિહાસિક ઇમારતો ની જાળવણી માટે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે બીડું ઝડપ્યું છે ત્યારે હાલ ચાલી રહેલા નવીનીકરણ નું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે હોય શહેરના કાલા ઘોડા, લાલ ટાવર ,વિક્ટોરિયા ગેટ ,ભીલ રાજાનું સ્ટેચ્યુ ,સૂર્ય દરવાજા સહિતની ઇમારતો ટૂંક સમય માં રાજાશાહી ઠાઠમાં ફરી ઝળહળતી જોવા મળશે ,બહાર થી આવતા પ્રવાસીયો માટે એક આકર્ષણ નું કેન્દ્ર અને જોવા લાયક સ્થળ બની રહેનારું રાજપીપલા શહેર આપણી આવનારી પેઢી ને પણ લાંબા સમય સુધી રાજા રજવાડાના સમયની આ ઇમારતોના ઇતિહાસના દર્શન કરાવશે ત્યારે એ માટેનો તમામ શ્રેય શહેરના જાગૃત નાગરિક અને પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલને જાય છે.કેમકે નવીનીકરણની કામગીરી માં કોઈજ બાંધછોડ કર્યાં વિના અને સ્વાર્થ વગર શહેર ને એક આગવી ઓળખ આપનારા આ વિકાસપ્રિય વ્યક્તિ પૈસા કરતા પોતાન ગામની પ્રગતિ માં ખાસ રસ ધરાવનાર વ્યક્તિ છે માટેજ રાજપીપલા શહેર માં હાલ રોડ, પાણી,સ્વછત્તા સહિતનો વિકાસ પુરજોશમાં થઈ રહ્યો છે.

રિપોર્ટર-નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY