અજય દેવગણ અને પ્રકાશ ઝા ફરી એક વખત સાથે, ફિલ્મ સત્ય ઘટના આધારિત હશે

0
30

મુંબઈ,તા.૨૦
અજય દેવગન અને પ્રકાશ ઝાની જાડી બોલીવુડની સફળ એક્ટર-ડાપરેક્ટર જાડિઓમાંની એક છે. બન્નેએ ધણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે જાણવા મળી રહ્યું છે કે બન્ને ફરી એ ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને એક મજબુત કંન્ટેન્ટ પર કામ કરી રહ્યા છે. પ્રકાશ ઝાએ અજય સાથે પ્રોજેક્ટ વિશેની ચર્ચા કરી અને અજય દેવગને પ્રોજેક્ટ પસંદ પણ આવી ગયો છે.
થોડા સમય બાદ પ્રકાશ ફિલ્મ વિશે આઈડિયા તૈયાર કરશે. ત્યાર બાદ બંન્ને નક્કી કરશે કે ફિલ્મની શૂટિંગ કિયારે શરૂ કરવી. બન્ને આ પહેલા પણ વાસ્તવિક ઘટના સાથે જાડાયેલી ફિલ્મોમાં કામ કરી ચુકવ્યા છે. આ ફિલ્મ પણ રિયલિસ્ટિક છે. તમને જણાવી દઈએ કે બન્ને કલાકાર ઘણા સમયથી એક બીજાની સાથે કામ કરી રહ્યા છે. બન્ને વચ્ચે સારી બોન્ડિંગ છે. પ્રકાશ ઝાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું પણ હતું કે તેમના અને અજયના વચ્ચે જે વસ્તું સૌથી સારી છે એ છે તાલમેલ.
ફિલ્મની વાત કરવામાં આવે તો અજય દેવગનની આવનારી ફિલ્મનું નામ તાનાજી છે. તેમાં તે તાનાજી માલુસરેનો રોલ પ્લે કરતા જાવા મળશે જે છત્રપતિ શિવાજી મહારાજ સાથે ધણા યુદ્ધમાં સાથે હતા. ફિલ્મમાં સેફ અલી ખાન પણ એક મહત્વની ભુમિકામાં જાવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મમાં પોતાની ભુમિકાની વાત કરતા સેફ અલી ખાને જણાવ્યું હતું કે, તેમનો રોલ નેગેટિવ શેડનો હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY