મુંબઈ,તા.૨૦
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ એવી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તાજેતરમાં પોતાનો દિલકશ અને હોટ ફોટો તેણે પ્રશંસકો સાથે શેર કર્યો. એક વાર ફરી તે હોટ ફોટાને લઇ ચર્ચામાં આવી છે. તેણે બિકિનીમાં પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તરત વાઇરલ થયો. કૃતિ કન્નડ ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. કરિયરની શરૂઆત તેણે મોડલિંગથી કરી હતી અને બાદમાં એÂક્ટંગ જગતમાં આવી.
અભિનેત્રી કૃતિ ખરબંદા હવે રણવીરસિંહ સાથે સ્ક્રીન શેર કરતી જાવા મળશે, પરંતુ તે કોઇ ફિલ્મ માટે નહીં, એડ્ ફિલ્મ માટે હશે. કૃતિ અને રણવીર એક પેઇન્ટ બનાવનારી કંપનીની એડ્માં જાવા મળશે. તાજેતરમાં આ બંનેએ મુંબઇનાં એક સ્ટુડિયોમાં તેનું શૂટિંગ પૂરું કર્યું છે. કૃતિ કહે છે કે મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે મને આટલી પ્રતિષ્ઠિત બ્રાન્ડ, જે દાયકાઓથી પોતાના ક્ષેત્રની લીડર છે તેનો હિસ્સો બનવાનો મોકો મળ્યો.
રણવીર સાથે સ્ક્રીન શેર કરવાનો પણ મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે એડનાં શૂટિંગ દરમિયાન ખૂબ જ એન્જાય કર્યું. તાજેતરમાં કૃતિની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ રિલીઝ થઇ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. આ પહેલાં કૃતિ ‘શાદી મેં જરૂર આના’ અને ‘ગેસ્ટ ઇન લંડન’માં જાવા મળી હતી. હાલમાં તે સાજિદ નડિયાદવાલાની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ-૪’માં કામ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






