કોંગ્રેસ ઉપપ્રમુખે વોટ્‌સએપ ગ્રુપમાં અજમેર શરીફની દરગાહ પર વિવાદિત ટિપ્પણી કરતા ધરપકડ

0
31

વડોદરા,તા.૨૮
અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ વિશે અપમાનજનક ટીપ્પણી કરનાર કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસના જ માઈનોરીટી સેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસના એક વોટ્‌સએપ ગ્રુપમાં શહેર ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા ભરત ઠાકોર દ્વારા અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નાવાઝ ની દરગાહ વિરુદ્ધ ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવી અપમાન જનક પોસ્ટ મુકવામાં આવી હતી.
જે પોસ્ટ અંગે કોંગ્રેસના જ કોઈ ગ્રુપ મેમ્બરે સ્ક્રીનશોટ લઈને કોંગ્રેસના માઈનોરીટી સેલને જાણ કરી હતી. જે ઘટના અંગે કોંગ્રેસ માઈનોરીટી સેલ દ્વારા પોલીસ કમિશ્નરને વિવાદીત પોસ્ટ અંગે કાર્યવાહી કરવાની રજૂઆત કરતા ગત મોડી રાત્રે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત ઠાકોરની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી હતી.
કોંગ્રેસના ગ્રુપમાં કરવામાં આવેલી વિવાદિત પોસ્ટ અંગે કોંગ્રેસના જ માઈનોરીટી સેલના અગ્રણીઓએ ફરિયાદ આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય જાગ્યો હતો. સમગ્ર ફરિયાદ બાદ જાણે વાડે ચીભડા ગળ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY