અજમેરમાં હોસ્ટેલમાં જમ્યા બાદ ૭૦ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર

0
10

અજમેર,તા.૧૬
રાજસ્થાનના અજમેર જીલ્લામાં નસિરાબાદ સ્થિત સ્કૂલ હોસ્ટેલમાં રહેતા ૭૦ બાળકોની તબિયત અચાનક બગડતા તંત્રમાં ભાગદોડ થઇ ગઇ હતી. હોસ્ટેલનું ખાવાનું ખાતા ફૂડ પાઇઝનિંગનો શિકાર બનતા તમામ વિદ્યાર્થીઓને નસિરાબાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
સુત્રો અનુસાર નસિરાબાદની સુત્તર ખાના વિસ્તારની ધ કોન્વેન્ટ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની રાત્રે ૮ વાગ્યે ભોજન લીધા બાદ તબિયત લથડવા લાગી હતી. બાળકોની તબિયત બગડવાના સમાચાર મળતા શાળા સંચાલકે તાબડતોડ બાળકોને હોસ્પિટલ ભેગા કર્યા હતા. ઘટનાની જાણ થતા એસડીએમ મુકેશ ચૌધરી અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલની માહિતી મુજબ હાલમાં બધા જ બાળકોની તબિયત સ્થિર છે.
રાત્રિના ભોજનમાં પાલક-બટાટાનું શાક અને રોટલી આરોગ્યા બાદ બધા જ બાળકોએ ઉલ્ટી અને ઉધરસની ફરિયાદ કરી હતી, કેટલાંક બાળકોએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારે બાળકોના વાલીઓની ચિંતા વધારી હતી થોડા જ સમયમાં હોસ્પિટલમાં આવી પહોંચેલા વાલીઓએ હોબાળો કરી હોસ્ટેલ તંત્ર સામે તપાસની માંગણી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY