મુંબઈ,તા.૧૬
બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી બોક્સ આૅફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. અમર કૌશિકના ડાયરેક્શન હેઠળ બનેલી આ હોરર-કોમેડીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધાની એકટિંગની પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેને જોતાં જ નિર્માતાઓએ ફિલ્મની સિક્વલ બનાવાની ઘોષણા કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મે ૧૫ દિવસમાં જ ૧૦૧.૪૩ કરોડની કમાણી કરી લીધી છે. સ્ત્રી આ વર્ષની ૯મી ફિલ્મ છે જે ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ છે.
ઉલ્લેખનીય છે કે સ્ત્રી ૨૦ કરોડના નોન બજેટમાંબનેલી ફિલ્મ છે તેવામાં ફિલ્મનું શાનદાર પ્રદર્શન તેને પહેલાં જ સુપરહિટ બનાવી ચૂક્યું છે. સ્ત્રી ફિલ્મને ૧૫૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી રાજ અને ડીકેએ લખી છે. જે અગાઉ ઘણી ફિલ્મોની સ્ટોરી લખી ચુક્યાં છે. સ્ત્રી ફિલ્મને અમર કૌશિકે ડાયરેટ કરી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી પણ છે.
પણ આ વચ્ચે રહસ્યની વાત એ છે કે કોણ છે સ્ત્રી ? જેણે ફિલ્મમાં સ્ત્રી નામની ભૂતનો રોલ કર્યો છે. વેલ સ્ત્રી બનેલી આ એક્ટ્રેસનું નામ છે ફ્લોરા સૈની. જે આ પહેલા દબંગ, ધનક, લક્ષ્મી, લવ ઇન નેપાલ, બેગમજાન જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.
આ પહેલા એવું માનવામાં આવતું હતું કે ફિલ્મમાં ચૂડેલનો રોલ શ્રદ્ધા કપૂરે પ્લે કર્યો છે, પણ ના સાઉથની એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ આ ફિલ્મમાં હોરર કિરદારને ન્યાય આપ્યો છે. આ પહેલા ફ્લોરાએ સાઉથની ૫૦ ફિલ્મોમાં કામ કર્યું. જેણે રજનીકાંતથી લઇને ચિન્નયા વિક્રમ અને વિજય સુધીના સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





