ન્યુ દિલ્હી,તા.૭/૩/૨૦૧૮
મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી કંઈક નવા નવા પ્રયોગો કરતું આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં વિચારી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને વિધિ આયોગની પાસે મોકલવા અંગે વિચાર કરી રહ્યાં છે. કેન્દ્ર ઈચ્છે છે કે આ મુદ્દે સાર્વજનિક મંચ પર વ્યાપક વિચાર વિમર્શ અને ચર્ચા થાય.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે સરકાર સંબંધિત કાયદાઓનું અધ્યયન કરી રહ્યાં છે, જેમાં સંશોધન પણ કરવામાં આવી શકે છે. કાયદા મંત્રાલય આ કામમાં સક્રિયતાથી જાડાયું છે. કાયદાકીય સુધારાઓ માટે જરૂરી સુચનો આપનારૂ વિધિ આયોગ હાલ રાજકીય રૂપમાં સંવેદનશીલ યૂનિફોર્મ સિવિલ કોડની તપાસ કરી રહ્યું છે.
વડાપ્રધાન દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વાત પર જાર આપી ચૂકવ્યા છે. જે અંતર્ગત ૨જી માર્ચનાં રોજ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓની બેઠકમાં આ દિશામાં ચર્ચા કરવા અને પ્રસ્તાવ પસાર કરવાનું પણ સુચન અપાયા હતા. દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે દલીલ પણ કરવામાં આવે છે કે આવું કરવાથી સરકાર અને તેમના મંત્રીઓની એનર્જી ચૂંટણીમાં નહીં વહેંચાય. ૫ વર્ષમાં એકસાથે ચૂંટણી કરાવવાથી પૈસાની બચત થઈ શકે છે. તેમજ ચૂંટણી સમયે તૈનાત સુરક્ષા દળોના જવાનોની ઉર્જા, તેમને તૈનાત કરાવવા માટેનું ધનની બરબાદી રોકી શકાશે.
ચૂંટણી પંચ તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના કેન્દ્રના પ્રસ્તાવોનું સમર્થ કરે છે. પરંતુ તેને લાગુ કરાવવા માટે બંધારણમાં સંશોધન કરવાની જરૂર પડશે. પરંતુ શું ભારતમાં એક સાથે ચૂંટણી સંભવ છે?
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"