શનિવારે જીએસટી-કાઉન્સીલની બેઠક : ઈ-વે બિલ,રિફંડ,રિટર્ન મુદ્દે નિર્ણય થઈ શકે

0
40

ન્યુ દિલ્હી,
તા.૭/૩/૨૦૧૮

રિફંડમાં બિલ મેચિંગ સિસ્ટમ બંધ થશે,તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવા તૈયારી

ઇ-કોમર્સ અને એફએમસીજી સપ્લાયર્સને ઇ-વે બિલમાં રાહત આપવાની તૈયારી થઇ રહી છે. જે હેઠળ એક જ રાજ્યની અંદર પુરવઠાની મોટી ખેપમાં સામેલ નાના ઓર્ડરો માટે જીએસટી વ્યવસ્થા માટે ઇ-વે બિલની જરૂર નહિ રહે. ઇ-વે બિલ રાજ્યની અંદર ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના મૂલ્યની વસ્તુ સુધી સીમિત રહેશે.

શનિવારે યોજાનાર જીએસટી પરિષદની બેઠકમાં ઉદ્યોગ માટે રાહતલક્ષી પગલાના ભાગરૂપે ઇ-વે બિલમાં આ પ્રકારનો ફેરફાર કરવા નિર્ણય લેવાઇ શકે છે, જા કે માલના આંતરરાજ્ય પરિવહન માટે આ પ્રકારની છુટ નહિ મળે.
એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગની માંગને અનુરૂપ ઇ-વે બિલ નિયમમાં ફેરફારો કરવામાં આવશે. જેના કારણે રાજ્યની અંદર નાના-નાના ઓર્ડરો માટે અનેકવિધ ઇ-વે બિલની જરૂર નહિ રહે. આ પગલાનો હેતુ કંપનીઓને પડતી મુશ્કેલી દુર કરવાનો છે. આનો અર્થ એ થયો કે, જા કોઇ ટ્રક ૨૦ ઓર્ડર લઇ માલ આપવા માટે નીકળે અને એમાંથી ૪ ઓર્ડરની કિંમત ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ફકત ચાર ઇ-વે બિલ તૈયાર કરવા પડશે. એવામાં આઇફોન અને અન્ય કિંમતી ઉપકરણો માટે ઇ-કોમર્સ કંપનીઓને ઇ-વે બિલની જા કે જરૂર પડશે. અંતર્દેશીય કન્ટેનર ડેપો થી બંદર સુધીની નિકાસ માટે પણ ઇ-વે બિલથી છુટ મળશે.

જીએસટી પરિષદ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ લાગુ કરવા અંગે અંતિમ સ્વરૂપ આપી દેશે. મંત્રી સમૂહે પણ ૧લીથી લાગુ કરવા ભલામણ કરી છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે, રાજ્ય મહેસુલ ચોરી રોકવા માટે ઇ-વે બિલને તુરંત લાગુ કરવા ઇચ્છે છે. ઇ-વે બિલની કાયદેસરતા ૧૦૦ કિમી માટે ૨૪ કલાકની રહેશે. જા કે સરકાર ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રકને અટકવાની સ્થતિમાં ઇ-વે બિલની કાયદેસરતા પણ વધારી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY