મુંબઈ,તા.૨૨
બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ફિલ્મો સિવાય સમાજ અને દેશનાં કામોમાં પણ પોતાનું યોગદાન આપે છે. એકવાર ફરી અક્ષય કુમારે સોશિયલ વર્ક કર્યું છે જેને લોકો ઘણું જ પસંદ કરી રહ્યા છે અને અક્ષયની પ્રશંસા કરી રહ્યા છે. જા કે અક્ષય પોતાના આ કામોથી કોઇપણ લાઇમ લાઇટ લેવા માંગતો નથી.
તાજેતરમાં જ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલે પોતાની વાત કહી હતી કે તે કેવી રીતે તંગીનો સામનો કરી રહી છે અને તેની પાસે કોઇ જાબ પણ નથી. આ કારણે તે પોતાનું ઘર વ્યવસ્થિત રીતે ચલાવી શકતી નથી. જ્યારે આ વાતની ખબર અક્ષયને પડી ત્યારે તેણે ચુપચાપ લક્ષ્મી માટે ૫ લાખ રૂપિયા મોકલી દીધા હતા. સૂત્રો પ્રમાણે જ્યારે લક્ક્ષમીને આ મદદ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યુ કે, “હું આ શબ્દોમાં વર્ણવી શકતી નથી. મને હવે લાગે છે કે હું અને મારી દીકરી એકલા નથી.”
જ્યારે અક્ષયને આ મદદ વિશે પુછવામાં આવ્યું ત્યારે તે જવાબ આપતા સંકોચ અનુભવતો હતો. તેણે કહ્યુ, “મે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મીની એક નાનકડી મદદ કરી છે. આ મદદ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે લક્ષ્મી પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર અને પોતાની દીકરીની વ્યવસ્થિત સંભાળ રાખતા પોતાના માટે સારી જાબ શોધે. આપણે દરેકે એ સમજવાની જરૂર છે કે મેડલ, અવોર્ડ અને સર્ટિફિકેટથી પેટ અને ઘર-પરિવાર નથી ચાલતુ. જા તમારે કોઇની મદદ જ કરવી છે તો તમારે પ્રેકટિકલ થવું પડશે. ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમાર અત્યારે ‘કેસરી’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




