મુંબઈ,તા.૧૯
મોખરાનો અભિનેતા અક્ષય કુમાર સામાજિક મુદ્દો ધરાવતી વધુ એક ફિલ્મ કરવા જઇ રહ્યો હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ ટોયલેટ એક પ્રેમકથા અને પેડમેન જેવી સામાજિક મહત્વ ધરાવતી ફિલ્મો કરી ચુકવ્યો છે. આ બંને ફિલ્મો હિટ નીવડી હતી.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઇને ચીની કમ અને પા જેવી ફિલ્મો બનાવનારા ફિલ્મ સર્જક આર બાલ્કી અક્ષય કુમારને લઇને સામાજિક મુદ્દાની ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી.
હાલ પૂરતું આ ફિલ્મને મહિલા મંડલ નામ આપવામાં આવ્યું છે. આથી વધુ કોઇ માહિતી હાલ આપવામાં આવી નહોતી. મહિલા મંડલ નામ પરથી સમજાય છે કે આ ફિલ્મ મહિલાલક્ષી હશે.
જા કે અત્યાર અગાઉ બનાવેલી પેડમેન પણ એક રીતે મહિલા પ્રધાન હતી. માસિક અટકાવ દરમિયાન મહિલાઓ દ્વારા વાપરવામાં આવતા કપડાના ટુકડાની વાત એ ફિલ્મમાં વણી લેવામાં આવી હતી. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને પરવડે એવા સેનિટરી નેપકીન્સ બનાવવાના પ્રયાસો કરનારા અરુણાચલમ મુરુગનાથન નામના સાહસિકની એ બાયો-ફિલ્મ હતી. અક્ષય કુમારે એમાં મુરુગનાથનનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં એની સાથે સોનમ કપૂર પણ હતી. પેડમેન કરવા અક્ષયને એની પત્ની ટ્વીન્કલ ખન્નાએ સમજાવ્યો હતો. આ ફિલ્મથી ટ્વીન્કલ નિર્માત્રી બની હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





