શાળાથી ઘરે પરત જઇ રહેલી બાળાને હવસનો શિકાર બનાવી ૩૮ વર્ષનો નરાધમ ફરાર હરિયાણાના રેવાડીમાં સાત વર્ષની બાળા સાથે દુષ્કર્મ

0
23

ચંડીગઢ,તા.૧૯
થોડા સમય પહેલા હરિયાણાના રેવાડી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પામેલી કિશોરી સાથે સામૂહિક બળાત્કારના મામલાએ આખા દેશને શરમજનક પરિસ્થિતિમાં મુક્યો હતો. આ ઘટના પછી હરિયાણા પોલીસ મહિલાઓની સુરક્ષા મામલે ઘણી સક્રિય હોવાના દાવાઓ કરી રહી હતી. પરંતુ રેવાડી ખાતે જ સાત વર્ષની બાળા સાથે દુષ્કર્મની ઘટના બનતા હરિયાણા પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
રેવાડી ખાતે આ બીજા બનાવ છે જેણે દેશમાં મહિલાઓની અસુરક્ષિત પરિસ્થિતિઓની ચાડી ખાધી છે. માત્ર સાત જ વર્ષની બાળા શાળાથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ૩૮ વર્ષના ઇસમે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળા હાલમાં સારવાર હેઠળ છે, પરંતુ તબીબો મુજબ તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે.
રેવાડીના ડીએસપી સતપાલ કુમારે આ મામલે માહિતી આપી હતી કે ૧૬ ઓક્ટોબરે પોલીસ પાસે આ ઘટના વિરૂદ્ધ ફરિયાદ આવી હતી. શાળાથી ઘરે પરત જતી બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આ મામલે દોષીત ૩૮ વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને ટૂંક જ સમયમાં પુરાવા એકઠા કરીને દોષી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આ પહેલા રેવાડીમાં ૧૯ વર્ષીય કિશોરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલે સમગ્ર દેશેને હચમચાવ્યો હતો. ૧૯ વર્ષની પીડિતા કોચિંગ ક્લાસથી ઘરે પરત ફરી રહી ત્યારે ઇસમોએ તેનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સખત મહેનત અને શોધખોળ પછી પોલીસે આરોપીયોને ઝડપ્યા હતા. જેમાંથી એક ભારતીય સેનાનો જવાન હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY