ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડી થોડી ઓછી જાવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની હાજરીને ધ્યાનમાં રાખીને આ આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોનો પ્રભાવ દક્ષિણમાં ભૂમધ્ય તટીય વિસ્તારો તરફ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને તેની અસર ભારતમાં આગામી બેથી ત્રણ મહિનાઓ દરમિયાન જાવા મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ અલ નીનોના પ્રભાવથી સમુદ્રી સપાટીનું તાપમાન વધવા લાગ્યું છે. તેનો પ્રભાવ તટીય વિસ્તારોમાં ગરમીના વધારા તરીકે જાવા મળે છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અરબ સાગર અને પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની હાજરીનો પ્રભાવ ભારતમાં ઠંડી દરમિયાન તુલનાત્મક રીતે તાપમાનમાં ઘટાડા સ્વરૂપે જાવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે સમુદ્રી જળના તાપમાનમાં વધારા માટે જવાબદારી અલ નીનોની અસર ધીરે ધીરે અરબ સાગર તરફ આગળ વધી રહી છે.
હવામાન ખાતા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પણ અલ નીનોના ભારતમાં આ વખતે ઠંડીના હવામાન પર પડનારા પ્રભાવને સ્વીકારતા કહેવાયું કે હાલ તે હિન્દ મહાસાગર ભૂમધ્ય રેખીય વિસ્તારો તરફ અગ્રેસર છે. અધિકારીએ જણાવ્યું કે ભારતના ઉત્તરી રાજ્યોમાં ઠંડી દરમિયાન જાન્યુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદનો સંક્ષિપ્ત સમય જાવા મળે છે.
આ વરસાદ તાપમાનમાં ઘટાડાનું મૂળ કારણ બને છે પરંતુ આ વર્ષે અલનીનોના સંભવિત પ્રભાવને જાતા પશ્ચિમ વિક્ષોભ ઉપર પણ અસર પડી શકે છે. તેના કારણે સામાન્ય રીતે થનારા વરસાદમાં ઘટાડો, તાપમાનમાં ઘટાડાને રોકનારો સાબિત થઈ શકે છે. જેની અસર ઓછી ઠંડીના સ્વરૂપે જાવા મળી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




