ચેન્નાઈ,તા.૩૦
એમકે સ્ટાલિનને dmk અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યાં બાદ બે દિવસ પછી તેમના મોટા ભાઈ એમકે અલાગિરીનું વલણ નરમ પડતું જાવા મળી રહ્યું છે. ચાર વર્ષ પહેલાં પાર્ટીમાંથી હાંકી મુકવામાં આવેલાં અલાગિરીએ ગુરૂવારે કહ્યું કે, “જા દ્રમુક મને પરત લે છે તો હું સ્ટાલિનના નેતૃત્વને સ્વીકારીશ. પરંતુ તેઓને (સ્ટાલિનને) આ મંજૂર નથી.” પાર્ટીમાંથી કાઢવામાં આવ્યાં બાદ અલાગિરી સતત સ્ટાલિન વિરૂદ્ધ નિવેદનબાજી કરતાં રહ્યાં છે. સ્ટાલિન અને અલાગિરી બંને જ પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની પહેલી પત્ની દયાલુના પુત્ર છે.
કરૂણાનિધિના નિધનના થોડાં સમય બાદ ૬૭ વર્ષના અલાગિરી જાહેરમાં સ્ટાલિનના વિરોધમાં આવી ગયા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે, “મારા પિતા પ્રત્યે નિષ્ઠા રાખનારા પાર્ટીના તમામ લોકો મારી સાથે છે. તામિલનાડુની જનતા અને દ્રમુકની સમગ્ર કેડર મારી સાથે છે. તેથી આવનારો સમય જવાબ આપશે.” કરૂણાનિધિનું લાંબી બીમારી પછી ૭ ઓગસ્ટે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું હતું.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




