અલવર,તા.૧૦
અલવર ગેંગરેપ કેસને લઇને શુક્રવારે જયપુરમાં ભીમ આર્મીએ વિરોધ પ્રદર્શન કર્યું, આ દરમિયાન દેખાવકારોએ ગેંગરેપ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ ઓફિસરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સીબીઆઇ તપાસની માગ કરી. આ વિરોધ પ્રદર્શન અલબર્ટ હોલથી શરૂ થઇ મુખ્યમંત્રી આવાસ સુધી પહોંચે તે પહેલા જ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરની પોલીસે ધરપકડ કરી.
ભીમ આર્મી તરફથી બુધવારે અલવર ગેંગરેપને લઇને જયપુર બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આર્મી ચીફ ચંદ્રશેખરની આગેવાનીમાં શુક્રવારે મોટી સંખ્યામાં યુવાનો જયપુરના રસ્તા પર ઉતરી આવ્યા. આ દરમિયાન પોલીસનો ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તો અલવર ગેંગરેપ કેસમાં સરકારે તપાસના આદેશ આપ્યા હતા. પ્રકરણની તપાસ જયપુર ડિવિસનલ કમિશનલને સોંપવામાં આવી અને ગૃહ વિભાગે તેના આદેશ આપ્યા છે. અધિકારીઓને ૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસ અધિકારીઓની બેદરકારી સામે પણ તપાસ કરવમાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




