ઠાકરેની સિક્વલ પણ બનશે : શિવસેના પ્રોડયુસર

0
17

મુંબઈ,તા.૨૯
શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની બાયોફિલ્મ ઠાકરે બનાવનારા સાંસદ કમ ફિલ્મ પ્રોડયુસર સંજય રાઉતે કહ્યું હતું કે મારે ઠાકરે ફિલ્મની સિક્વલ પણ બનાવવી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઠાકરે ફિલ્મના એક ગીતના રેકોડિગ પછી રાઉત મિડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે સાહેબના વ્યકિતત્વને તમે બે અઢી કલાકની એક ફિલ્મમાં સમાવી લઇ શકો નહીં. એટલે અમે સિક્વલની પણ તૈયારી અત્યારથી કરી રહ્યા છીએ. બાળાસાહેબ સાથે કામ કરવાનું મારું સપનું હતું. એ સપનું સાકાર થયા બાદ આ ફિલ્મ બનાવવાનું સપનું જાયું હતું. હવે એ પણ સાકાર થઇ રહ્યું છે. અમે સિક્વલની તૈયારી આદરી દીધી છે અને સ્ક્રીપ્ટીંગનું કામ ચાલી રહ્યું છે.
બાળાસાહેબના જીવન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ પ્રસંગેને પણ તમે આ ફિલ્મમાં લીધા છે કે કેમ એવા સવાલના જવાબમાં રાઉતે કહ્યું કે અમારી દ્રષ્ટિ એ બાળાસાહેબનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એમાં કોઇ વિવાદ હતા નહીં એટલે અમે પણ ફિલ્મમાં કોઇ વિવાદાસ્પદ પ્રસંગ લીધો નથી. સાહેબ જેવા હતા જેવી રીતે ફિલ્મમાં રજૂ કર્યા છે.
મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં બાળાસાહેબ ઠાકરેનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મ મરાઠી અને હિન્દી એમ બંને ભાષામાં બની રહી છે. નવાઝના મરાઠી ઉચ્ચારો શુદ્ધ રહે એ માટે એેને મરાઠી ભાષાના ખાસ ટયુટરની સગવડ આપવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY