આલિયાને લઈને ફિલ્મ બનાવવાની ભણસાલીની યોજના પર પાણી ફરી વળ્યુ..!!

0
12

મુંબઈ,તા.૧૪
બોલિવૂડના આગેવાન ફિલ્મ સર્જકોમાં પણ કેવી ખેંચતાણ ચાલતી હોય છે એનો પુરાવો તાજેતરમાં મળી ગયો. અગ્રીમ હરોળના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટને લઇને ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા પરંતુ આલિયાના ગાડફાધર એવા ફિલ્મ સર્જક કરણ જાહરે આલિયાને પોતાની તરફ ખેંચી લઇને એ યોજનાને નિષ્ફળ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.
વાત એવી હતી કે ભણસાલી આલિયાને લઇને એક ફિલ્મ બનાવવા માગતા હતા. ખુદ આલિયા પણ આ પહેલી હરોળના ફિલ્મ સર્જક સાથે કામ કરવા ઉત્સુક હતી એમ કહેવાય છે.
પરંતુ ભણસાલી અને કરણ જાહર વચ્ચે વણલખી સ્પર્ધા પ્રવર્તે છે. કરણને ભણસાલીની યોજનાની ગંધ આવતાં એણે તરત આલિયાને પોતાની તરફ ખેંચી લીધી હતી. હાલ કરણ પણ ભણસાલીની જેમ ઐતિહાસિક વિષય પર ફિલ્મ તખ્ત બનાવી રહ્યો છે. જા કે એણે આલિયાને પોતાની કલંક ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી. સ્વાભાવિક છે કે પોતાને પહેલી તક આપનારા કરણ જાહર પ્રત્યે આલિયાને આદર હોય જ.
એણે બીજી બધી યોજના પડતી મૂકીને કરણની ફિલ્મ સાઇન કરી. આ ફિલ્મમાં એની સાથે વરુણ ધવન, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત જેવી સ્ટારકાસ્ટ ચમકી રહી છે.
આવું સતત બીજી વાર બન્યું છે. આલિયા ફક્ત ૧૧-૧૨ વર્ષની હતી ત્યારે સંજય લીલા ભણસાલી બાળ લગ્નના વિષયની ફિલ્મ હમારી જાન હો તુમ માટે લેવા માગતા હતા પરંતુ એ યોજના અધવચ સમેટાઇ ગઇ હોવાથી એ શકિય્ ન બન્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY