મુંબઈ,તા.૨૭
આલિયાએ થોડા દિવસો અગાઉ ‘કોફી વિથ કરણ’ સેશન – ૬ના પહેલા એપિસોડમાં પોતે રણબીર કપૂર સાથે ડેટિંગ કરી રહી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે રણબીર કપૂરે પણ એક ઈન્ટરવ્યૂમાં તેઓ રિલેશનશીપમાં છે તે વાતનો એકરાર કર્યો હતો. રણબીર કપૂર આ પહેલા દિપીકા પદુકોણ અને કેટરિના કૈફ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહી ચુકવ્યો છે પરંતુ બન્ને સાથે તેનું બ્રેક અપ થયું હતું. એવું માનવામાં આવે છે કે રણબીર કપૂરની માતા નીતુ કપૂરને રણબીરના તેમની સાથેનાં સંબંધ પસંદ નહોતા અને તેને કારણે રણબીરે આ બન્ને હીરોઈનો સાથેના સંબંધનો છેડો ફાડી નાખ્યો. પરંતુ, નીતુ કપૂરને આલિયા ભટ્ટ ખૂબ પસંદ છે.
આલિયા જણાવે છે, ‘‘હું એ વાતથી ખૂબ ખુશ અને રોમાંચિત છું કે પ્રિયંકા લગ્ન કરવા જઈ રહી છે. હું તેને દુલ્હનના રૂપમાં જાવા માટે આતુર છું. હું પ્રિયંકાની પ્રશંસક છું અને મને તેના માટે ઘણો પ્રેમ અને આદર છે. મને ખાતરી છે કે તે નવવધૂના રૂપમાં ખૂબ આકર્ષક લાગશે અને તેના લગ્ન ખૂબ સરસ, ભવ્ય રીતે સંપન્ન થશે. પરંતુ લોકો જા મારાં લગ્નની રાહ જાઈ રહ્યા હોય તો મને કહેવા દો કે તે માટે તેમણે હજુ રાહ જાવી પડશે. હું માનું છે કે સ્ટોરીનું ક્લાઈમેક્સ સરસ હોવું જાઈએ અને તેનો અંત સુખદ હોવો જાઈએ.’’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





