હું ભાજપમાં જોડાવવાનો નથીઃ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર

0
10

ગાંધીનગર,તા.૨૪
૨૦૧૯ની ચૂંટણીઓને કારણે દેશની રાજનીતિમાં ઘણો ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ઘણી અટકણો થઇ રહી છે. થોડા દિવસથી રાજ્યમાં એક વાત ઉડી રહી હતી કે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જાડાવવાના છે. આ વાતને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નકારી દીધી છે.
અલ્પેશ ઠાકોરે આ અંગે કહ્યું છે કે, ‘હું રાધનપુરનો ધારાસભ્ય છું અને રહીશ. મારે હજી રાધનપુરના લોકો માટે ઘણાં કામ કરવાના છે. હું હાલ કોંગ્રેસમાં જ છું. ‘ તેમણે તે પણ કહ્યું કે, ‘રાજનીતિના મજબૂત માણસોને અન્ય પક્ષો ખેંચવાનો પ્રયત્ન કરે તે તો પહેલાથી ચાલતું આવ્યું છે. હું બીજેપીમાં જાડાવવાનો નથી.’
થોડા દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવી વાતો ચાલતી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, ભાજપ અલ્પેશ ઠાકોરને પાટણથી લોકસભાની ચૂંટણી માટે ટિકીટ આપી શકે છે.
નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યો છે. હાલ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને છૈંઝ્રઝ્રના સેક્રેટરી બનાવ્યા છે. આ સિવાય બિહારના સહપ્રભારીની જવાબદારી પણ સોંપાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY