ગાંધીનગર,તા.૨૪
શનિવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે પૂરા થતાં ૨૪ કલાકની વિગતો જાઈએ તો રાજ્યના ૧૫ જિલ્લાના ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છ ઇંચ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૫.૪૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે.
૨૪ કલાક દરમિયાન ભિલોડામાં ૬ ઇંચ, ઈડરમાં ૪.૫ ઇંચ, વિજયનગરમાં ૩ ઇંચ, વિજાપુર, મેઘરજ, વડાલી અને કઠલાલમાં બે-બે ઇંચ, મહેસાણા, મોડાસા, ખેડબ્રહ્મામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સારા વરસાદને કારણે જિલ્લાની માજુમ અને મેશ્વો નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. શિણોલ પાસે માજુમ નદી પરના પાંચ ગામના વાહનવ્યવહારને અસર પહોંચી છે. અહીં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો મહાદેવગ્રામ-ગોખરવા પાસે મેશ્વો નાદીના કોઝવે પર પાણી ફરી વળવાને કારણે ૧૫ ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી પડી રહી છે. બંને નદીઓના નીચાણવાળા વિસ્તારમાં આવતા ૪૯ ગામોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





