સંઘના કાર્યક્રમ માટે પાકિસ્તાનને છોડી ૭૦ દેશોને આમંત્રણ અપાયુ

0
20

ન્યુ દિલ્હી,તા.૧૨
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નો ‘ભવિષ્ય કા ભારત’ કાર્યક્રમ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાના વિષય બન્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંઘ તરફથી વિશ્વના કુલ ૭૦ દેશોને આમંત્રણ મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે સંઘ તરફથી પાડોશી દેશ પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં નહીં આવે.
આ કાર્યક્રમમાં એક સંપૂર્ણ લેક્ચર સિરિઝ હશે, જેને આરએસએસના વડા મોહન ભાગવત પણ સંબોધિત કરશે. આરએસએસ ટૂંક સમયમાં જ આ તમામ ૭૦ દેશોને સત્તાવાર રીતે આમંત્રણ આપવાનું શરૂ કરશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. સંઘના આ કાર્યક્રમનું આયોજન આગામી સપ્તાહમાં રાજધાની દિલ્હીમાં થશે.
આરએસએસના પ્રમુખ મોહન ભગવત આ કાર્યક્રમ દરમિયાન જનતા સાથે પણ સીધી વાતચીત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશના ઘણા રાજકીય દળોના પ્રતિનિધિઓને બોલાવવાની ચર્ચા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવાની વાત ચર્ચાઇ રહી છે.
આરએસએસનું માનવું છે કે ઘણા દેશોના ઉચ્ચાયોગને આમંત્રણ મોકલવામાં આવશે, પરંતુ પાકિસ્તાનને મોકલવામાં નહીં આવે. આ કાર્યક્રમમાં દેશના ભવિષ્ય અને તેમાં આરએસએસના રોલના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પહેલા દિવસે મોહન ભાગવતનું ભાષણ હશે, જેમાં આરએસએસની વિચારધારા જનતા સમક્ષ રજૂ કરાશે. જા કે આરએસએસ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત આયોજીત કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY