મલ્ટી ટેલેન્ટેડ આલિયા ભટ્ટની બર્થ ડે

0
75

આમ તો સોશિયલ મીડિયામાં આપણે આલિયા ભટ્ટની અક્કલ ઉપર હજારો જોક્સ વાંચ્યા હશે પરંતુ ખરી જિંદગીમાં આલિયા બિલકુલ એવી નથી જેવી તેને ચીતરવામાં આવી છે. આલિયા એક મલ્ટી ટેલેન્ટેડ યુવતી છે અને તે એક્ટિંગ ઉપરાંત બીજી ઘણી કલાઓ ખૂબ સારી રીતે જાણે છે. માનવામાં નથી આવતું? ચાલો જાણીએ આલિયા ભટ્ટ વિશે, તેના 25મા જન્મદિવસ નિમિત્તે.

1993માં આજની જ તારીખે જન્મેલી આલિયા તેની માતા અને એક્ટ્રેસ સોની રાઝદાનની સૌથી વધુ નજીક રહી છે. પિતા મહેશ ભટ્ટનો પ્રેમ તો તેને બાળપણથી જ મળતો આવ્યો છે પરંતુ તેમની નજીક તે ફિલ્મોમાં આવ્યા પછી જ પહોંચી શકી હતી. એક્ટર ઇમરાન હાશ્મી અને ડિરેક્ટર મોહિત સૂરી આ બંને આલિયાનાં કઝીન્સ થાય છે. આલિયા ભટ્ટને પુરુષોના ડિયોડરન્ટની સુગંધ ખૂબ ગમે છે, એટલું જ નહીં પરંતુ આલિયા ઘણીવાર આ પ્રકારનાં ડિયો ખુદ પણ વાપરતી હોય છે.

આલિયા આપણને ભલે અત્યારે સ્લિમ એન્ડ ટ્રીમ લગતી હોય પરંતુ તેને ખાવાનો બહુ શોખ છે. ફિલ્મોમાં આવવા પહેલા આલિયાએ લગભગ પંદરથી સોળ કિલો વજન ઉતાર્યું હતું. આલિયાને દહીં સાથે બનેલી કોઇપણ વાનગી ખૂબ ભાવે છે. ફિલ્મોમાં આપણે આલિયાને એકદમ બબલી અને ફૂલ ઓફ લાઇફ પ્રકારની છોકરીનો અભિનય કરતાં જોઈ છે પરંતુ સાચી જિંદગીમાં તે એકદમ અંતર્મુખી છે અને તેને એકલું રહેવું વધારે પસંદ છે. એકવાર આલિયાને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે જો તેને ચોઇસ મળી હોત તો તે કઈ બોલિવુડ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરત? આલિયાએ આ સવાલના જવાબમાં પોતાના જ પિતા મહેશ ભટ્ટની બે ફિલ્મો ‘દિલ હૈ કે માનતા નહીં’ અને ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં નામ લીધાં હતાં.

હવે વાત કરીએ આલિયાના મલ્ટી ટેલેન્ટેડ હોવાની. પોતાની પહેલી ફિલ્મથી જ ખુદની એક્ટિંગના વખાણ કરાવી ચૂકેલી આલિયાએ વિખ્યાત અને ઇન્ટરનેશનલ ખ્યાતીપ્રાપ્ત સંગીતકાર એ આર રહેમાનની એકેડેમીમાંથી સંગીતની તાલીમ પણ લીધી છે. કદાચ એને લીધે જ આલિયાએ ‘હાઈવે’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં ગીત ગાઈને તેની ટેલેન્ટનો પરચો આપ્યો હતો. એક્ટિંગ અને સિંગિંગ ઉપરાંત આલિયા ભટ્ટ એક અચ્છી પેઇન્ટર પણ છે. પોતાની નવરાશની પળોમાં આલિયાને આપણે પેઇન્ટિંગ કરતાં જોઈ શકીએ છીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY