અમદાવાદ ઠક્કરનગરમાં ચાની કીટલી પર બેસવા બાબતે આધેડની હત્યા

0
121

અમદાવાદ :

મળતી માહિતી મુજબ અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ઠક્કરબાપાનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચા ની કીટલી (ચા ની લારી) પર બેસવા જેવી નજીવી બાબતે એક આધેડની માર મારી હત્યા કરતાં ચકચાર મચી છે. મૃતક આધેડ દીપક રાજ ગઈ મોડી રાત્રે ઠક્કરબાપાનગરમાં ચાની કીટલી પર ચા પીવા ગયા હતા. ચાની કીટલી પર હાજર કિરણ રાઠોડ અને અન્ય યુવક સાથે બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતાંમાં આ બોલાચાલી હત્યાના પરિણમી હતી. કિરણ રાઠોડ અને તેના સાગરીતે ૫૨ વર્ષીય દીપક રાજને મૂઢ માર મારી ફરાર થઇ ગયા હતા, તો સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY