સુરત થી ભાગેલ માસુમને ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ દ્વારા માતાને પરત સોંપાયો

0
975

ભરૂચ :
ભરૂચ જિલ્લામાં આવેલ સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ભરૂચ કુકરવાડા રોડ, ભરૂચમાં રેલ્વે પોલીસ ભરૂચ દ્વારા આશ્રય હેઠળ મૂકવામાં આવેલ બાળક નામે અમિતસિંહ માતા નિલમ દેવી શ્યામ બિહારી મુ. રાજાપુર નદી, તા. મડીયાહુ, જી. જૌનપુર, રાજ્ય ઉત્તરપ્રદેશના છે. જે ભરૂચ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેન્દ્ર આઇ. સુતરીયાના આદેશથી સંસ્થામાં તા.૦૪-૦ર- ર૦૧૮ના રોજ મૂકવામાં આવેલ હતો. બાળક સુરત ખાતે તેમના કાકા ધરમેન્દ્રસિંહના ઘરે રહેતો હતો. કાકા બાળકને મારઝુડ કરતા હતા જેથી બાળક તા.૦૩-૦ર- ર૦૧૮ના રોજ ટ્રેનમાં બેસી ભાગી ગયેલ.જે પાલેજ ખાતે થી મળી આવતા રેલ્વે ભરૂચ દ્વારા સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ભરૂચ સંસ્થામાં મોકલાયો હતો.
સંસ્થામાં બાળક અમિતસિંહ ઉર્ફે સોનુએ પોતાની સાથેની વાતચીત દરમિયાન તે મુળ યુ.પી.નો રહેવાસી હોવાનું તેમજ ૨૦૧૨માં તેના પિતાનું અવસાન થતા તે તેમજ તેનો મોટોભાઇ સુમિત ઉર્ફે ભોલુ તેના કાકા ધર્મેન્દ્રસિંહ સુરત સરદાર માર્કેટ કે જયાં કાકા નાસ્તાની લારી ચલાવે છે ત્યાં રહેતા હતા.સોનુના જણાવ્યા મુજબ તેની પાસે તમામ ઘરકામ કરાવતા અને જો ન કરે તો મારમારતા જેથી કંટાળી ઘરેથી ભાગી ટ્રેનમાં બેસી ગયો હોવાનું જણાવ્યું હતું. ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, ભરૂચ ખાતેથી ડીસીપીયુ જિલ્લા બાળ સુરક્ષા જૌનપુર ખાતે કોન્ટેક કરી બાળકના એડ્રેસથી તપાસ કરવા જણાવેલ જે બાળકના માતા નિલમદેવીને ખબર પડતા સુરત ખાતે કોન્ટેકટ કરતા જેઓએ સુરત ડીસીપીયુ દ્વારા અત્રેના ડીસીપીયુ ભરૂચને કોન્ટેક્ટ કરવમાં આવ્યો અને ત્યાબાદ બાળકના માતા સાથે ફોન દ્વારા વાતચીત કરાવી જેઓને આઇડી પ્રુફ સાથે તા.૧૨મીના રોજ બોલાવી બાળકનો કબજો તેના માતા તથા બનેવી બિપિનકુમાર સિંગ કે જેઓ પણ સુરત ખાતે જ રહી ડાઇંગ એંન્ડ પ્રિન્ટીંગમાં કામ કરે છે તેમને સોંપવામાં આવ્યો હતો..ગુમ થયેલ બાળક માતાને મળી ગયાનો આનંદ શિશુગૃહે ભારે આનંદ વ્યકત કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY