૧૯૯૯થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા જ સાબિત થયા છે : વેકૈયા નાયડુ

0
23

અમરાવતી,તા.૨૦
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ જણાવ્યું છે કે એક્ઝિટ પોલ્સનો મતલબ એક્ઝેટ પોલ્સ નથી. ૧૯૯૯થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા જ સાબિત થયા છે. ઉપરાષ્ટ્રપતિ ગંતુરમાં તેમના શુભેચ્છો દ્વારા યોજાયેલા એક અનૌપચારિક સન્માન સમારંભમાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે એક્ઝિટ પોલ્સની મજાક ઉટાવી હતી.
તાજેતરની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દરેક પક્ષ તા. ૨૩મી મે સુધી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરે છે. પરંતુ, તેનો કોઇ આધાર નથી. આપણે ૨૩ મે સુધી રાહ જ જાવી રહી. ઉપરાષ્ટ્રપતિએ નેતાઓ દ્વારા અસભ્યતા દાખવતાં પ્રવચનોની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે નેતાઓ વ્યકિતગત અપમાન પર ઉતરી આવે છે. રાજકારણમાં અન્ય નેતાઓ દુશ્મનો નહીં પરંતુ માત્ર હરીફ હોય છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા થતી લ્હાણીઓની તથા સંસદ અને ધારાગૃહોમાં નેતાઓ દ્વારા ગેરવર્તાવની પણ તેમણે ટીકા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY