વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે લો..બોલો.. સરકારી સ્કોર્પિયો કારનો ઉપયોગ ગાર્બેજ કલેક્શન માટે થઈ રહ્યો છે..!!

0
200

સુરેન્દ્રનગર,તા.૨૭
સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક પ્રશ્નો ખદબદતા હોય થોડા દિવસો પૂર્વે જ સુરેન્દ્રનગર શહેર તેમજ અન્ય સ્થળોએ બંધ પાળી વેપારીઓ અને નાગરિકોએ વિવિધ પ્રશ્નો મામલે બંધ પાળ્યું હતું. તો સામાપક્ષે શાસકોને જાહોજલાલી જાવા મળે છે. વઢવાણ નગરપાલિકાએ ગાર્બેજ કલેક્શન માટે સ્કોર્પીઓ કાર મૂકી હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વઢવાણ નગરપાલિકાની સરકારી કાર નં ય્ત્ન ૧૩ ય્ ૨૨૨૨ નો ઉપયોગ અધિકારીઓ કે પદાધિકારીઓને બદલે ગાર્બેજ કલેક્શન માટે થતો હોય તેવો ઘટસ્ફોટ થયો છે. હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ નંબરની ગાડી પાલિકા પ્રમુખની હોવાનું વીડિયોમાં સાંભળવા મળી રહ્યા છે તો સ્કોર્પિયો જેવી કાર હોદેદ્દારો નથી વાપરતા પરંતુ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે વાપરવામાં આવે છે જે વિડીયોમાં સ્કોર્પિયો કારના પાછળની હિસ્સો આખો કચરાથી ભરેલો જાઈ સકાય છે અને ગાડી જે સ્થળે ઉભી છે તે સ્થળ પર ડંપિંગ સાઈટ હોય તેવું જણાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો અંગે પાલિકા પ્રમુખ વિક્રમ દવેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જાકે સાહેબે ફોન ઉઠાવવાની તસ્દી લીધી ના હતી. તો પાલિકામાં કાયમી ચીફ ઓફિસર ના હોય, ઇન્ચાર્જ ચીફ ઓફિસર કે.એ. પંજવાણી સાથે વાતચીત કરતા તેમને જાણાવ્યું હતું કે રવિવારે તેઓ રજા પર હોય જ્યારે આ ઘટના બની હોઈ સકે છે. જાકે આ મામલે સેનિટેશન વિભાગને નોટીસ પાઠવશે અને જવાબ માંગવામાં આવશે. આમ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે કાર્યવાહીની ખાતરી આપી હતી. જાકે સ્કોર્પીઓ જેવી કારમાં ગાર્બેજ કલેક્શન કરવામાં આવે તે નવાઈ પમાડે છે તો વળી આ સરકારી વાહનો પણ કોઈ સાહેબના પગારમાંથી નથી આવતા પરંતુ ગરીબ પ્રજાની પરસેવાની કમાણીમાંથી આવે છે તે પણ સાહેબોએ યાદ રાખવું જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY