અમરાવતી,તા.૨૯
વાયએસઆર કોંગ્રેસે નેશનલ કોંગ્રેસના નેતા ફારુક અબ્દુલા પર માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે. રૂજીઇનું કહેવું છે કે, ફારુક અબ્દુલાએ જગનમોહન રેડ્ડી વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો કે, તેમણે કોંગ્રેસને એવું કહ્યુ હતું કે, તત્કાલિન એકીકૃત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવે તો ૧૫૦૦ કરોડ રુપિયા આપશે.
ફારુક અબ્દુલાએ આરોપ લગાવ્યો હતો તેદેપાના સમર્થનમાં કડપ્પાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભામાં આ આરોપ લગાવ્યો હતો. તેમણે તો ત્યાં સુધી પણ કહ્યુ કે, અબ્દુલાએ કહ્યુ હતું કે, આ રજૂઆત રેડ્ડીએ તેમના પિતાના સ્વર્ગવાસ બાદ તુરંત જ કર્યું હતું.અબ્દુલાએ દાવો કર્યો હતો કે, જગન એક વાર મારા ઘરે આવ્યા જ્યારે આંધ્ર એકીકૃત હતું. હું તેમને યાદ અપાવા માંગું છે કે, તેમણે મને કહ્યુ હતું કે, તેઓ ૧૫૦૦ કરોડ રૂપિયા આપશે. જો કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવશે તો.આ બાબત પર પ્રતિક્રિયા આપતા રૂજીઇ કોંગ્રેસના મહાસચિવ એસ રામકૃષ્ણ રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, અબ્દુલાએ આ આરોપ મુખ્યમંત્રી ચંન્દ્રબાબૂ નાયડૂના નિર્દેશ પર લગાવ્યો હતો.તેમનો આરોપ છે કે, આંધ્ર સાથે અબ્દુલાનો શું સંબંધ છે, ન તો તેઓ અમારા પાડોશી રાજ્ય છે. તેઓ આંધ્રના મુદ્દાઓ વિશે કશું જાણતા નથી. નાયડૂ મુસ્લિમો મતનું તુષ્ટિકરણ કરવા માટે અબ્દુલાને લાવવા માંગતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



