મસૂદને યુએન દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવા મુદ્દે સકારાત્મક પ્રગતિ થઇ

0
17

બેઇજિંગ,તા.૧
પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રયાસો વચ્ચે ચીને સકારાત્મક સંકેત આપ્યો છે. સોમવારે ચીને દાવો કર્યો કે મસૂદને ેંદ્ગ દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના મુદ્દે સકારાત્મક પ્રગતિ થઈ છે. જોકે, આ દરમિયાન બેઈજિંગે અમેરિકા પર નિશાન પણ સાધ્યું છે. ચીને કહ્યું કે અમેરિકા ડાયરેક્ટ સુરક્ષા પરિષદ સમક્ષ જ મામલાને ઉઠાવીને તેની કોશિશને બરબાદ કરી રહ્યું છે. ચીને કહ્યું કે આવું કરીને અમેરિકા એક ખરાબ ઉદાહરણ રજૂ કરી રહ્યું છે.
નોંધનીય છે કે સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ અઝહરને સૂચીબદ્ધ કરવાના ફ્રાંસના પ્રસ્તાવ પર ચીને અડીંગો લગાવવાના ૨ અઠવાડિયા પછી અમેરિકાએ ૨૭ માર્ચના રોજ એક મોટું પગલું ઉઠાવ્યું હતું. જીએ અઝહરને બ્લેકલિસ્ટ કરવા, તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવા, તેની સંપત્તિ ખરીદ-વેચાણ પર રોક અને હથિયાર રાખવા પ પ્રતિબંધ લગાવવા માટે ૧૫ દેશના શકિતશાળી પરિષદમાં ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
ચીને ગત અઠવાડીયે જૈશના આકાને વૈશ્વિક આતંકી તરીકે બ્લેકલીસ્ટ કરવામાં વિક્ષેપ નાખવાના વારંવાર કોશિશનો બચાવ કર્યો હતો અને અમેરિકાના તે આરોપથી ઈન્કાર કર્યો હતો કે તેની કાર્યવાહી હિંસક ઈસ્લામિક સમૂહોના પ્રતિબંધથી બચાવે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે સોમવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે,’અઝહર સંબંધિત આવેદનને પ્રસ્તાવના (૧૨૬૭ સમિતિમાં) પછી વિભિન્ન પક્ષ સાથે સંપર્ક અને સમન્વય વધારી રહ્યું છે. જેમાં સકારાત્મક પ્રગતિ જાવા મળી છે. અમેરિકા આ સારી રીતે જાણે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY