સમગ્ર ઘટનાનો વિડિયો વાઇરલ થયો પોલીસની ખુલ્લેઆમ દાદાગીરી..!!ગુજરાત યુનિ.માં નિર્દોષ વિદ્યાર્થીઓને ફટકાર્યા

0
103

અમદાવાદ,
તા.૨૨/૦૩/૨૦૧૮

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાભવનમાં શિક્ષણ મેળવવા આવતાં વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરના પોલીસની દાદાગીરીનો વરવો અનુભવ થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વારથી ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશન રોડ ઉપર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે દરમિયાન પીઆઇ કે.ડી. નકુમ અને કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દક ટપાટપીનો દોર શરૂ થયો હતો. તે વેળાએ પીઆઇ ઉશ્કેરાઇ ગયા હતા તેમણે નિર્દોષ વિદ્યાર્થીઓને ફટકાર્યાનો વિડિયો વાઇરલ થયો છે.

ટ્રાફિક શાખામાં પીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઇ યુનિવર્સિટી રોડ ઉપર દબાણ દૂર કરવા પહોંચ્યા હતા તે વખતે વિદ્યાર્થીઓ પીઆઈ સામે રિક્વેસ્ટ કરતા કહ્યું હતુ કે, અમારો શું વાંક છે, શા માટે અમારા ઉપર આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યુત્તરમાં પીઆઈ નક્કુમે કહ્યું હતુ કે, હું પણ વિદ્યાર્થી હતો મને ખબર છે તમે અહીં શું કરો છો, ચલ અહીંથી નીકળ કહી પીઆઈ નક્કુમે વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. જાકે પીઆઈના આવે ગેરવર્તુણક વ્યવહારને લઈ કોલેજીયને પ્રતિકાર કરતા જવાબ આપ્યો હતો કે, અમને વગર વાંકે હેરાન કરવામાં આવી રહ્યાં છે આજે તમે આ જગ્યા ઉપર છો કાલે અમે પણ આ જગ્યા ઉપર અને તેનાથી પણ ઉપર પહોચીશું. જાકે, પીઆઇને વિદ્યાર્થીઓનું બોલવું ગમ્યુ ન હતુ જેથી તેઓએ વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY