હરિયાણા,તા.૩૦
એક તરફ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સર્જિકલ સ્ટ્રાઇકના સમ્માનમાં ‘પરાક્રમ પર્વ’નું આયોજન કરી રહી છે ત્યાં બીજી તરફ ભાજપાના જ નેતા અને કેન્દ્રીય સ્ટીલ મંત્રી વિરેન્દ્ર સિંહે ભારતીય સૈનિકોની શહીદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય સ્ટીલ મંત્રી વિરેન્દ્ર સિંહ હરિયાણાના જીન્દમાં શહીદ સૈનિકોની પત્નીઓને સમ્માન આપવાના એક કાર્યક્રમમાં જાડાયા હતા. કાર્યક્રમને સંબોધતા વિરેન્દ્ર સિંહે નિવેદન આપ્યું હતું કે તેઓ શહીદોના બલિદાન પર તેમના પરિવારજનોને આપવામાં આવતી વળતરની રકમમાં વધારો કરવા પ્રયત્ન કરશે, કારણ કે વરસ દરમિયાન પ્રદેશનો એકાદ સૈનિક જ મરે છે.
વિરેન્દ્ર સિંહના આ નિવેદન પર શહીદોની વિધવાઓ અને પરિવારજનોએ ખેદ વ્યક્ત કર્યો હતો. શહીદોના પરિવારજનો મુજબ સરકાર એક તરફ યુવાનોને સેનામાં જાડાવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ત્યાં સરકારના નેતાઓ જ શહીદો વિરૂદ્ધ અપમાનજનક શબ્દો બોલીને તેમનું અપમાન કરી રહ્યા છે.
શહીદોના પરિવારજનોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મંત્રી તેના પુત્રને સેનામાં દાખલ કરે અને તેને શહાદત અપાવે. એ પછી તેને બલિદાનની કિંમત ખબર પડશે. કાર્યક્રમમાં હાજર બીજા લોકોએ પણ ગુસ્સો જાહેર કરતા જણાવ્યું કે મંત્રીઓના નિવેદનો આ જ પ્રમાણે ખરાબ રહેશે તો શહીદોના સમ્માન માટે આયોજન કરાયેલા કાર્યક્રમોમાં તેઓ જાડાશે નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




