ડમ્પરની અડફેટે બાઈકસવારનું મોત, ૨ ઇજાગ્રસ્ત

0
12

વડોદરા,તા.૫
વડોદરા શહેર નજીક ભીમપુરા ગામ પાસે સવારે બાઇક પર સવાર ૩ યુવાનોને ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને ભાગતા જાઇને લોકોએ તેના ઉપર પથ્થરમારો કર્યો હતો.
ભીમપુરા ગામના ભાથુજી ફળિયામાં રહેતા અમિત હરીશભાઇ નિઝામા (ઉં.વ.૨૬), રાકેશ સુરેશભાઇ પરમાર (ઉં.વ. ૨૦) અને સંજયભાઇ મહિજી નિઝામા (ઉં.વ.૨૦) રોજની જેમ સવારે બાઇક લઇને વડોદરા તરફ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. અમિત નિઝામા મુજમહુડા ખાતે આવેલી રોયલ એનફિલ્ડના શોરૂમમાં નોકરી કરતો હતો. ભીમપુરા પાસે ત્રણેય બાઇક ચાલક મિત્રોને પસાર થઇ રહેલા ડમ્પરે અડફેટે લેતા અમિત નિઝામાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અન્ય બે મિત્રોને ૧૦૮ દ્વારા ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY