જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનની હત્યા કરી

0
10

રાજકોટ,તા.૨૧
રાજકોટમાં કૌટુંબિક વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાના ઇરાદે બે સગા ભાઈઓએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી હતી. બંને ભાઇઓ વૃદ્ધાની અંતિમવિધિ કરે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી અને બંને ભાઈઓની ધરપકડ કરી હતી. રાજકોટના હડમતિયા ગોલિડા ગામે રહેતાં મણિબા નામનાં વૃદ્ધા નિઃસંતાન હતાં. તેમના પતિના અવસાન બાદ તેઓ એકલાં રહેતાં હતાં અને ગોલિડામાં જ ૩પ વીઘા જમીનના વારસદાર હતાં.
મણિબા એકલાં જ હોઇ ગામમાં જ રહેતા તેમના બે નાના ભાઈ દિનેશ કાથડ જાતવડા અને જયરાજ ઉર્ફે કાળુને ખેતીની જમીન વાવવા માટે આપી હતી. દરમિયાન આ જમીન પચાવી પાડવાનો બંને ભાઇઓનો ડોળો હતો.
જમીનના વારસદાર તરીકે મણિબાએ તેમના ભાણેજને નોમિનેટ કર્યાની જાણ બંને ભાઈઓને થઇ હતી, જેથી કીમતી જમીન પચાવી પાડવાના ઇરાદે બુધવારે રાતે મણિબાના ઘરે પહોંચ્યા હતા.
જ્યાં દિનેશે મણિબાનન ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાં હતાં. બાદમાં સવારે મામલો રફેદફે કરવા અંતિમવિધિ કરવાની તૈયારી કરતા હતા. અજાણી વ્યક્તિ એ આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ હડમતિયા ગોલિડા ગામે દોડી ગઇ હતી અને વૃદ્ધાની હત્યાનો કારસો રચનાર બંને ભાઇઓની સ્મશાનમાંથી જ ધરપકડ કરી હતી.
વૃદ્ધાની બારોબાર અંતિમવિધિ કરવા માટે બંને સગા ભાઇઓની સાથે માત્ર ત્રણથી ચાર વ્યક્તિ ઓ જ સ્મશાનમાં સાથે ગઇ હતી, જાકે પોલીસ દોડી આવતાં અને સમગ્ર ઘટનાની હકીકતની જાણ થતાં આરોપીઓ સાથે આવેલ ગામની ત્રણથી ચાર વ્યક્તિ ઓને ઘટના સાથે પોતાને કંઇ લાગતું-વળગતું ન હોવાનું અને ગામના હોવાના નાતે અંતિમવિધિમાં આવ્યા હોવાની પોલીસ સમક્ષ કેફિયત આપતાં તેમને જવા દેવાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY