૪ વર્ષની બાળકીને સેક્સ માટે જાહેરાત આપનાર નરાધમ પિતાને ૬૦ વર્ષની જેલ

0
363

ટેક્સાસ,
તા.૨૫/૦૩/૨૦૧૮

પોલીસના જણાવ્યા અનુંસાર એક વિસ્કાન્સન વ્યક્તએ ક્રેગ્સલિસ્ટમાં પોતાની ૪ જ વર્ષની માસુમ બાળકીને સેક્સ માટેની જાહેરાત આપી હતી. તે તેની બાળકીને સેક્સ માટે વેચવા માંગતો હતો. જાહેરાત બાદ પોલીસે તેને ઝડપી લીધો હતો. કોર્ટે આ કળયુગી નરાધપ પિતાને ૬૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી.

અમેરિકાના ટેક્સાસમાં હૈરિસ કાઉંટીની એક કોર્ટે ફ્રેન્ડ જેમ્મ ટર્લેને આ સજા ફટકારી હતી. કોર્ટે ફ્રેન્ડને આ સજા બાળકનો વ્યાપાર અને ૧૮ વર્ષથી નાની ઉંમરની બાળકીને શારીરીક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના ગુના સર ફટકારી હતી. ૩૦ વર્ષનો ફ્રેન્ડને એન્દુને હ્યુસ્ટન પોલીસે ત્યારે ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસનું ધ્યાન એક જાહેરાત પર ગયું હ્‌તું. આ જાહેરાતનું નામ ‘પ્લે વિથ ડેડિઝ લિટલ ગર્લ’(પપ્પાની નાની બાળકી સાથે રમો).

હૈરિસ કાઉંટીના જીલ્લા એટાર્નીના જણાવ્યા પ્રમાણે ટર્લેએ પોતાની બાળકીની ઉંમર ૧૦ વર્ષથી ઓછી હોવાનું જણાવતો હતો અને ગ્રાહકો સાથે વાત પણ કરી રહ્યો હતો. તેણે લગભગ ૭૦ ઈ-મેલમાં આ વાત કહી હતી.

એટલુ જ નહીં નરાધમ બાપ ફ્રેન્ડએ કેટલાક ઈ-મેલમાં ઉલ્લેખ પણ કર્યો હતો કે, તે સેક્સ પહેલા બાળકીને ઉંઘવાની દવા આપી દેશે અને બે કલાકના ૧૦૦૦ ડોલર લેશે. એટલે કે એક વાત સ્પષ્ટ હતી કે, ફ્રેન્ડ એ વાત જાણતો હતો કે તેની દિકરીની ઉંમર સેક્સ માટે હજી ઘણી જ નાની છે. તેમ છતાં તે આ માટે તૈયાર હતો.

ફ્રેન્ડ દ્વારા આપવામાં આવેલી જાહેરાત વાંચી પોલીસે જાળ પાંથરી હતી. પોલીસે પોતે જ ગ્રાહક બનીને ફ્રેન્ડ સાથે વાત કરી હતી. પોલીસે એન્ડ›ને ઝડ્‌પી લીધો હતો. ફ્રેન્ડ ને નવેમ્બર ૨૦૧૫માં ઝડપી લેવામાં આવ્યો હતો.

અમેરિકાના કાયદા અનુંસાર એન્ડ›ને બે ગુના બદલ ૩૦-૩૦ વર્ષની સજા મળી છે. ફ્રેન્ડ ને ૭૫ વર્ષની ઉંમર પહેલા જામીન પણ નહીં મળી શકે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY