ન્યુ દિલ્હી,
તા.૧૪/૪/૨૦૧૮
પ્રિય પ્રધાનમંત્રીજી,લાંબા સમયના મૌન બાદ આપેલા નિવેદન બદલ આપનો આભાર : રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછ્યું છે કે દેશની જનતા જાણવા ઇચ્છે છે કે તેની દીકરીઓને ક્યારે ન્યાય મળશે. રાહુલ ગાંધીએ કઠુઆ અને ઉન્નાવ કેસ મામલે લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઇને આભાર વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું ‘પ્રિય પ્રધાનમંત્રીજી, લાંબા સમયના મૌન બાદ આપેલા નિવદનનો આભાર.તમે કહ્યું આપણી દિકરીઓને ન્યાય મળશે. ભારતની જનતા જાણવા ઇચ્છે છે કે ક્યારે ન્યાય મળશે?
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું હતું હું દેશના લોકોને ભરોસો આપું છું કે કોઇ અપરાધીને છોડવામાં આવશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કઠુઆ અને ઉન્નાવ મામલે આપેલાં મોદીના નિવેદનનો આભાર માન્યો. આભાર માનતા કટાક્ષ કર્યો કે, ભારતની દીકરીઓને ન્યાય કયારે મળશે એ દેશ જાણવા માગે છે. આ અંગે રાહુલે ટ્વીટ કરી કહું છે કે, ર્પ્રિય પ્રધાનમંત્રી જી. તમે લાંબી ચુપકીદી તોડી એ બદલ આભાર.
તમે કહ્યું હતુ કે આપણી દીકરીઓને ન્યાય મળશે. તો ભારત જાણવા માગે છે કે કયારે પ..’ પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના એક સમારોહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું દેશને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે.
બીજી તરફ, કોંગ્રેસ પ્રવકતા અભિષેક સિંઘવીએ કહ્યું કે, કઠુઆ અને ઉન્નાવની ઘટના સામાન્ય નથી. આ ઘટનાએ દેશને કલંકિત કર્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"