હળવદના શ્રી સરદાર પટેલ વિદ્યા સંકુલ “બચપણ પ્લે સ્કૂલ નર્સરી, એલ.કે.જી અને યુ.કે.જીના ભૂલકાઓ અને સરદાર પબ્લિક સ્કૂલના ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

જે સ્પોર્ટ્સ ડે માં બાળકોના વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા નાના બાળકો માટે ઇન્ડોર ગેમ્સનું આયોજન કરાયું હતું સાથે એક મિનીટ ગેમ્સમાં પણ બાળકોએ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું તે ઉપરાંત ધોરણ ૧ થી ૪ ના બાળકો માટે આઉટ ડોર ગેમ્સ યોજાઈ હતી સ્પોટ્સ ડે ના કાર્યક્રમને શોભાવવા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બચપણ અને સરદાર પબ્લિક સ્કૂલના શિક્ષકગણ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક મિનીટ ગેમ્સમાં વાલીઓએ ભાગ લઈને એક મિનીટ ચેલેન્જ સ્વીકારી હતી અને વિજેતા વાલીઓને ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





