બૉક્સ આૅફિસ પર વિસરાયો શાહરૂખનો જાદૂ, મળ્યો ફક્ત દોઢ સ્ટાર

0
10

મુંબઈ,તા.૨૨
સુપરસ્ટાર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ઝીરો’ની બાક્સ આૅફિસ પરની કમાણી ઘણું બધુ નક્કી કરશે. શાહરૂખ ખાનની છેલ્લી કેટલીક ફિલ્મો બાક્સ આૅફિસ પર એવો કમાલ નથી કરી શકી જેના માટે શાહરૂખ ખાન જાણીતો છે. આનંદ.એલ.રાયનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક લવ સ્ટોરી ડ્રામા છે જેમાં એસઆરકે એક ઠીંગણા વ્યક્તિનું પાત્ર નીભાવી રહ્યો છે. શાહરૂખને વીએફએક્સની મદદથી ઠીંગણો દર્શાવવામાં આવ્યો છે.
ક્રિટિક્સનાં જણાવ્યા પ્રમાણે આ ફિલ્મને ઠીકઠીક પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને ફક્ત દોઢ સ્ટાર આપ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘આ જાડી(શાહરૂખ અને આનંદ એલ. રાય) પાસેથી ઘણી આશા હતી, પરંતુ દુઃખ છે કે ખરાબ સ્ક્રીનપ્લેનાં કારણે (ખાસ કરીને સેકન્ડ હાફમાં) ફિલ્મ નીચે ગઈ. ઘણું નિરાશાજનક છે.’
ફિલ્મની પહેલા દિવસની કમાણી ઠીકઠીક રહી છે. અંદાજે ૨૦૦ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે ૨૦ કરોડની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખની ફિલ્મ ‘જબ હૈરી મેટ સેજલ’ પણ અનુષ્કા શર્મા સાથે હતી અને એ ફિલ્મ પહેલા દિવસે ૧૫ કરોડની કમાણી કરી હતી. ‘ઝીરો’ ફિલ્મને દુનિયાભરમાં ૫,૯૬૫ સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવી છે. ફિલ્મને આટલી બધી સ્ક્રીન્સ પર રીલીઝ કરવા છતા ફિલ્મની પહેલા દિવસની કમાણી સામાન્ય રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY