બહેનપણી સામે જ પત્નીએ પોતાને આગ ચાપી, પતિએ નવ મહિના બાદ ફરિયાદ નોંધાવી

0
57

રાજકોટ,
તા.૧૦/૦૩/૨૦૧૮

મારી પત્ની સળગતી હતી, ને તેની બહેનપણી જાતી હતી : પતિ

રાજકોટમાં આશરે નવ મહિના પહેલા જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ૨૫ વારીયામાં બહેનપણી સાથે રહેતી તેજલ નામની એક મહિલા સળગી મરી હતી. નવ મહિના પહેલાની આ ઘટનામાં મૃતકના પતિ ચુનારાવાડ શેરી નં.૩માં રહેતો અશોક રવજીભાઈ પરમારે તેણીની બહેનપણી સામે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી મૃત્યુ નીપજાવનાર સપના ઉર્ફે ઝીણી સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.

તેણે જણાવ્યું હતું કે, મારી પત્નીને અન્ય સાથે પ્રેમસંબંધ હતો. જેની જાણ થઇ જતાં અણબનાવથી તે ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે આરાધના એપાર્ટમેન્ટમાં રહેવા જતી રહી હતી. તેની સાથે કેટરર્સમાં કામ કરતી સપના ઉર્ફે ઝીણી નામની છોકરી રહેતી હતી. ૧૬-૬-૨૦૧૭ના રાત્રે બે વાગ્યે મને જાણ થઈ હતી કે તેજલ દાઝી ગઈ છે. જે તે વખતે તેજલે સપનાને પોતાની સાથે રહેવાની ના પાડતા બોલાચાલી થતા મરી જવાનું કહી કેરોસીન છાંટી દિવાસળી ચાંપી હતી. જેથી પોતાના ગાઉનમાં આગ લાગી હતી. પરંતુ સપનાએ બચાવવા કોશિશ કરી ન હતી. ઘટનામાં તેજલનું મૃત્યુ થયું હતું. જેના નવ મહિના બાદ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY