ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચ્યો જ્યોતિન દોશી એ દેશભરના ટ્રાવેલ એજન્ટોએ કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરવામાં તેમને ટેકો આપ્યો

0
18

મુંબઈ: અત્યાર સુધીમાં ક્યારેય ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડ્રસ્ટ્રીમાં ન બન્યું હોય તેવી ઘટના બની છે. ગુરૂવારે કાશ્મીરમાં પુલવામાં આત્મઘાતી વિસ્ફોટમાં 42 જવાનો શહીદ થયા તેનાથી દેશભરના લોકોના હૃદય દ્રવી ઉઠ્યા છે ત્યારે દેશભરના ટ્રાવેલ એજન્ટોએ પણ પોતાની દેશભક્તિ દેખાડીને શહીદ જવાનો અને દેશવાસીઓને પડખે રહેવા કાશ્મીરનો વિરોધ કરવા માટે કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કર્યો છે. *આ અભિયાનની શરૂઆત એક ગુજરાતી નરબંકાએ કરી છે. તે છે મુંબઈમાં પ્રભાદેવીમાંઆવેલી છેલ્લા 36 વર્ષથી જેમ્સ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની ચલાવી રહેલા ગુજરાતી જૈન જ્યોતિનભાઇ દોશીએ. તેમણે ‘મુંબઈ સમાચાર’ સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી કંપની વર્ષે સામાન્ય રીતે કાશ્મીરની ટૂરો દ્વારા રૂ.12 કરોડનો વ્યવસાય કરે છે. જેની સામે મારે જોવાની જરૂર જ નથી. મારે મારા જવાનો અને દેશની પડખે રહેવું છે આથી મેં આ વર્ષની મારી બધી જ કાશ્મીરની ટૂરો કેન્સલ કરી છે અને જ્યાં સુધી કાશ્મીરીઓ પોતાની દેશભક્તિ નહીં દેખાડે અને શહીદ થયેલા જવાનો પ્રત્યે પોતાનો પ્રેમ અને દિલગીરી વ્યક્ત નહીં કરે ત્યાં સુધી હું કાશ્મીરની ટૂરો નહીં કરું એવો નિર્ણય કર્યો છે.* મેં મારો આ નિર્ણય અન્ય ટ્રાવેલ એજન્ટોને જણાવ્યા પછી તેમણે પણ મને સપોર્ટ કરીને તેમાં જોડાવાનું નક્કી કર્યું છે.’ અને હવે દેશભરના ટ્રાવેલ એજન્ટો કહે છે કે તેઓ પણ તેમના પગલાંને અનુસરવા માગે છે. આમ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત આવો ઇતિહાસ રચાઇ રહ્યો છે. તેઓ વધુમાં કહે છે, ‘જો એક માણસ દેશભરમાં એક્તા લાવીને આટલું મોટું કામ કરી શકે છે તો આખો દેશ ભેગો થાય તો શું ન કરી શકે?’ જ્યોતિનભાઇએ લોકોને પણ આપણા બહાદુર સૈનિકો અને તેમના કુટુંબીજનોને સપોર્ટ કરવા આહ્વાહન આપ્યું છે

9979277899

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY