સાગબારાના દેવમોગરા માં પથ્થરો મારી યુવાન ની હત્યા બાદ બંને આરોપીઓની ધરપકડ

0
246

નંદુરબાર જિલ્લા ના સિલિંગપુર ગામના યુવાનને દેવમોગરા ખાતે લાવી જૂની અદાવતે પથ્થરો મારી મોતને ઘાટ ઉતાર્યો

સિલિંગપુર ગામમાં સરપંચની ચૂંટણી,પ્રેમ સંબંધ અને જમીનનો ઝગડૉ એમ ટ્રિપલ અદાવતે હત્યા

રાજપીપલા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના દેવમોગરા ગામે નંદુરબાર જિલ્લા ના સિલિંગપુર ગામના યુવાન ની હત્યા થતા તંગદિલી જોવા મળી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર નંદુરબાર જિલ્લા ના સિલિંગપુર ગામના અમુક પરિરો સાગબારા ના દેવમોગરા ખાતે આવેલા જાણીતા મંદિરે દર્શન કરવા આવ્યા હતા જેમાં મરનાર યુવાન શંકર રાયસીંગ પવાર અને આરોપી જગન સોમા ઠાકરે તથા દિલવરસિંગ સોનજી ડોગરે પણ હતા ત્યારે તેમના ગામમાં અગાઉ સરપંચ ની ચૂંટણી માં મૃતક શંકરે ઉમેદવારી નોંધાવી હતી તેની સામે સંપત સોનજી ડોગરે અને રાયસીંગ રડતીયા મોરે એ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં શંકર ના કારણે સંપત હારી જતા મનદુઃખ થયું હતું સાથે સાથે દિલવરસિંગ ડોગરે ની દીકરી શીતલ સાથે શંકર ને પ્રેમ સંબંધ હોય અને જગન ઠાકરે સાથે જમીન ના કબ્જા બાબતે નો ઝગડો ચાલતો હોવાથી જેમાં બંને આરોપી જગન અને દિલવર સગા મામા ભાણેજ થતા હોય જેથી ઇલેકશન,આડા સંબંધ અને જમીનના કબ્જાની રિશ રાખી મરનાર શંકર રાયસીંગ પવાર ( ઉ.વ.24)ને તેમના ગામ સિલિંગપુર થી છેક દેવમોગરા આવ્યા બાદ પથ્થરો મારી અને ગળા ના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આ બાબતે ક્નેયા સુભાષ ગૂંજાડે એ સાગબારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંને આરોપીયો વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.ઘટના બાદ ડી વાય એસ પી રાજેશ પરમારે સ્થળ ની મુલાકાત લીધી હતી,તપાસ સાગબારા પી એસ આઈ વાય.એસ.સિરસાઠ કરી રહ્યા છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY