અમેરિકામાંના ભારતીયોએ ૨૦૦૦-૨૦૧૮ સુધી ૧.૨ અબજ ડોલરનું દાન આપ્યુ

0
9

વાશિંગ્ટન,તા.૨૮
અમેરિકામાંના ભારતીયોએ અમેરિકાની ૩૭ વિદ્યાપીઠને ૨૦૦૦થી ૨૦૧૮ સુધીમાં ૧.૨ અબજ ડાલરનું દાન આપ્યું હતું. અમેરિકામાંના ભારતીયોએ વિવિધ યુનિવર્સિટીને આપેલા દાનમાં ૬૮ વખત રકમ દસ લાખ ડાલરથી વધુ હતી. સિલિકોન વૅલીના દાતા અને વૅન્ચર કૅપિટાલિસ્ટ એમ. આર. રંગસ્વામીએ જણાવ્યું હતું કે આ આંકડા સાબિત કરે છે કે અમેરિકામાંના ભારતીયો અહીંના ઉચ્ચ શિક્ષણ માટે મોટી રકમનું દાન આપી રહ્યા છે.
અમેરિકામાંના પચાસ ભારતીયે કુલ ૬૮ વખત દસ લાખ કે તેથી વધુ ડાલરનું દાન આપ્યું હતું અને આવા દાનની કુલ રકમ અંદાજે ૧.૨ અબજ ડાલર થાય છે. એમ. આર. રંગસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીયો હંમેશાં પોતાની ભૂતપૂર્વ શૈક્ષણિક સંસ્થા, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓને આર્થિક સહાય કરવામાં માને છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનની રકમ સતત વધી જ રહી છે. આ ઉપરાંત, અમેરિકામાંના ભારતીયો પોતાના મૂળ વતનમાં પણ સારું એવું દાન કરે છે. ભારતીયો ‘ઘરેથી (મૂળ વતનથી) જ ધર્માદા’ની શરૂઆત કરવામાં માને છે.
અમેરિકામાંના મૂળ ભારતીયો દ્વારા સૌથી વધુ દાન લોસ એન્જેલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીને મળ્યું હતું. બીજા ક્રમે હાર્વર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન યુનિવર્સિટીનો ક્રમ હતો. બાદમાં, શિકાગો યુનિવર્સિટી અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીનો ક્રમ આવતો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY